સાવરકુંડલામાં જાહેર રસ્તા પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવા કોંગ્રેસની માંગ

Local | Amreli | 11 June, 2024 | 02:52 PM
સાંજ સમાચાર

સાવરકુંડલા, તા.11
સાવરકુંડલાના નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ  ડોડીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, જેસર રોડ કે જ્યાં માણસની અવરજવર વધુ હોય છે અને વાહનોની ટ્રાફિક પણ વધારે રહેલી છે જ્યાં ઘણા સમયથી રેલવે ફાટક તરફ જવાનો રસ્તો માટે રસ્તામાં ઘાસચારો નાખવામાં આવે છે જેના કારણે ભેગા થતાં અને અફડા તફડી કરતા હોય છે ત્યારે કોઈ માણસને જાનહાની થાય. 

તેમ છે જે અંગે અવારનવાર વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવામાં આવેલ છે તેમ છતાં તેમની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ જ્યારે કોઈ ગંભીર ઘટના બને ત્યારે સત્તાધિશો એક સાથે જાગીને કોઈ કાર્યવાહી કરે એના કરતા આવી કોઈ ઘટના ન બને તે પહેલા આગોતરું આયોજન કરી આ વિસ્તારમાંથી જાહેર રસ્તા પર ઘાસચારો બંધ કરાવી અને વ્યવસ્થિત જગ્યાએ ઢોરના ઘાસચારો આપવા માટે વિનંતી કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj