મોરબીમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની માંગ

Local | Morbi | 30 May, 2024 | 02:09 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.30
મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે જેથી પાણી પ્રાથમિક સુવિધામાં આવતું હોવાથી ત્યાં રહેતા લોકોને પણ સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની ચીફ ઓફિસરને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ચીફ ઓફીસરને જે રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નજરબાગ પાસે આવેલ ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી લઈને મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારો પાણી આપવામાં આવે છે. 

જો કે, તંત્રની બેદરકારીના કારણે પાણીની સુવિધા સારી નથી અને પાણી સમયસર અને પૂરત પ્રમાણમાં આવતું નથી. જેથી આ વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નાખી કનેક્શનો આપવામાં આવેલ છે. જો કે, વાલ્વનો પ્રશ્ર્ન મુખ્ય હોય લોકોને પાણી મળતુ નથી. જેના કારણે પાણી માટે હેરાન છે ત્યારે નજરબાગ સંપથી આ વિસ્તારની પાઈપ લાઈન મારફતે પાણી મળે તેની વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને આ રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ના છુટકે જનઆંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj