બેંગ્લુરૂ, તા. 24
કર્ણાટકના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત છે. રાજયની કોંગ્રેસ સરકારમાં નેતૃત્વ પરિવર્તન આવી શકે છે. મુખ્યમંત્રી સિધ્ધરમૈયાના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે.શિવકુમારને જવાબદારી સોંપાઇ તેવી શકયતા છે.
રાજયમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં 2023 માં જીત મેળવી હતી અને તે સમયે ડી.કે.શિવકુમાર કે જેઓએ કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. પરંતુ તે સમયે પક્ષના સિનીયર નેતા સિધ્ધરમૈયાને મુખ્યમંત્રી બનાવાયા હતા પરંતુ બંને વચ્ચે નિશ્ર્ચિત થયેલી ફોર્મ્યુલા મુજબ અઢી-અઢી વર્ષ માટે તેઓ મુખ્યમંત્રી પદ મેળવશે.
હવે સિધ્ધરમૈયા સરકારને અઢી વર્ષ પુરા થવા જઇ રહ્યા છે અને તેથી તેઓ ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવશે. શિવકુમારે હાલમાં જ જૈન આધ્યાત્મિક ગુરૂ ગુણાધર નંદી મહારાજના આશિર્વાદ મેળવ્યા છે અને માનવામાં આવે છે કે મુખ્યમંત્રી બનતા પૂર્વે અહીં દર્શને જવાના પ્રણ લીધા હતા.
આ ઉપરાંત સિધ્ધરમૈયાએ પણ તેઓ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું તેવું એક સૂચક વિધાનમાં જણાવ્યું હતું અને શિવકુમારએ કોંગ્રેસ માટે ટ્રબલ શૂટર બની રહ્યા છે. અગાઉ કોંગ્રેસ પક્ષે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે રીતે ભુલ કરી અને બંને રાજયોમાં સત્તા ગુમાવી તેનું પુનરાવર્તન કર્ણાટકમાં ન થાય તે જોવા આતુર છે.
રાજસ્થાનમાં સચિન પાયલોટ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર હતા તેમ છતાં અશોક ગેહલોતને કોંગ્રેસ મોવડી મંડળે મુખ્યમંત્રી બનાવ્યા અને ગેહલોતે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલાને ફગાવીને પોતે પાંચ વષર્ર્ માટે મુખ્યમંત્રી બની રહ્યા પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો. મધ્યપ્રદેશમાં પણ જયોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી ન બનાવાતા તેઓએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે કેન્દ્રીય મંત્રી બન્યા છે તેમજ રાજયમાં ર018માં કોંગ્રેસની કમલનાથ સરકારનું પતન પણ તેમને લાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy