અયોધ્યા,તા.17
મહાકુંભના કારણે રામલીલાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. રોજ લગભગ 4 લાખ શ્રદ્ધાળુ મંદિર પહોંચી રહ્યા છે, જેથી નિર્માણકાર્યના શેડયુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દિવસે દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરના અંદરના ભાગો અને દીવાલોની કોતરણીનું કામ રોકી દેવામાં આવ્યુ છે. પરંતુ રાત્રે 10-11 વાગ્યા બાદ દર્શન બંધ થઈ જાય છે ત્યારે નિર્માણનું કાર્ય ઝડપથી આગળ વધે છે.
રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રના જણાવ્યા અનુસાર નિર્માણકાર્યને નિશ્ર્ચિત સમયમાં પુરું કરવા માટે આ વ્યવસ્થા લાગુ કરાઈ છે. એલ એન્ડ ટી અને ટાટા કંપનીઓએ નિર્માણકાર્યમાં પુરી રીતે સમન્વય સાધ્યો છે.
ટ્રસ્ટના ટેકનીકલ એન્જીનીયર જગદીશ આફલેએ જણાવ્યું હતું કે, મંદિરના બહારના ભાગમાં જે નિર્માણકાર્ય થઈ રહ્યુ છે તેને અસર થઈ છે, અહીથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.
ડો. અનિલ મિશ્રે જણાવ્યું હતું કે, રામમંદિરનું નિર્માણકાર્ય 2025 સુધીમાં પુરુ કરવાનું લક્ષ્ય રખાયું છે. જેથી શ્રદ્ધાળુઓ પુર્ણ રૂપે મંદિરની ભવ્યતાનું દર્શન કરી શકે. જો કે પરકોટાનું કામ મોટું હોવાથી તેમાં દોઢ વર્ષ લાગી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy