રાજકોટ, તા.16
શીતલપાર્ક ચોકડી રૈયાધારમાં ઘર પાસેથી અપશબ્દો બોલવાની ના પાડતા દંપતી પર પાઇપ, દાતરડાથી હુમલો થયો હતો. ફરિયાદી મુકેશ જગદીશભાઈ સોલંકી (ઉ.વ.37, રહે. શીતલપાર્ક ચોકડી બાપાસીતારામ ગૌ શાળા રૈયાધાર)એ જણાવ્યું કે, મારા પત્નીનું નામ ગીતાબેન (ઉંમર વર્ષ 40) છે. મારે સંતાનમાં તથા ત્રણ દીકરી, બે દીકરા છે.
હું તથા મારા પત્ની નાના મૌવા સર્કલની સામે આવેલ શ્રી રામ મસાલા માર્કેટમાં ખોડલધામ મરચા પીઠમાં મજુરી તથા વેપાર કરીએ છીએ. ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં હું તથા મારા પત્ની વરસાદ પડતા મરચા પીઠમાં ગરાગી ન હોય, જેથી અમો ઘરે આવી ગયા હતા દરમિયાન રાત્રીના સાડા નવેક વાગ્યા આસપાસ અમારા પડોશમાં રહેતો મહેશ કરમશી કુવાનડિયા શેરીમાં મારા ઘરની સામે બેફામ અપશબ્દો બોલતો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા બોલાચાલી થઈ હતી.
પછી મહેશ પાઇપ લઈ આવ્યો અને તેની પત્ની દાતરડું લઈ આવી અને મને તથા મારી પત્નીને માર માર્યો હતો. પાઇપ અને દાતરડાનાં ઘા માર્યા હતા. મને અને મારી પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. કાજલ અને મહેશ હુમલો કરી પોતાનું ઘર ખુલ્લું મુકી નાસી ગયેલ હતા. યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તજવીજ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy