(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.15
લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી તરૂણીને તેણીનો પિતરાઈ ભાઇ બદકામ કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી, લગ્નની કરવાની લાલચ આપી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીઆરોપી પોતાના મોટર સાયકલ ઉપર બેસાડી તેણીને અમરેલીના આંકડીયા ગામ બાજુની કોઈપણ સીમમાં લઈ જઈ તરૂણી ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં મુળ મઘ્યપ્રદેશની વતની અને હાલ લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 17 વર્ષ અને 11 માસની ઉંમર ધરાવતી એક તરૂણીને ગત તા. 6ના રોજ રાત્રે 9 વાગ્યે આરોપી તરૂણીનો સગો મોટા બાપુનો દિકરો થતો હોય. તેમ છતાં તરૂણીને બદકામ કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર બેસી જવાનું કહીને તેણીને અમરેલીના આંકડીયા ગામ બાજુની કોઈપણ સીમમાં ભગાડી લઈ જઈ તરૂણી ઉપર વારંવાર બળાત્કાર કરી બાદમાં ભોગ બનનારના ભાઈ તેમને વતનમાં લઈ જતા પોતાના પિતા/વાલીપણામાં પરત ફરતા ભોગ બનનાર તરૂણીએ પોતાના પિતરાઈ ભાઇ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપીપાડવા ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
યુવાનનું મોત
અમરેલી તાલુકાના મેડી ગામે આવેલ પ્રાથમીક શાળા પાછળ રહેતા રામજીભાઈ વિસાભાઈ રાઠોડના ભત્રીજા ગૌતમભાઈ ભીમજીભાઈ રાઠોડ સવારે મોટર સાયકલ નં. જીજેબીસી 18પ4 લઈને અમરેલી ખાતે ડો. બાબા સાહેબની રેલીમા જતા હતા. ત્યારે ગાવડકા ગામ નજીક આવેલ અમર ડેરી પાસે પહોંચતા કોઈ અજાણ્યા બોલેરો જેવા વાહન ચાલકે પાછળથી મોટર સાયકલને ટકકર મારતા તે રોડ ની સાઈડમાં ખાળીયામાં થઈને ખેતરમાં જતુ રહેલ જેમા ગૌતમભાઈને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.
જુગાર
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી. એમ. કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે મળેલ હકીકતના આધારે સાવરકુંડલામાંથી રજાકભાઇ ઉર્ફે ઘુઘો હાસમભાઇ ખોખર, (રહે.બીડી કામદાર સોસાયટી, શેરી નં.11, સાવરકુંડલા) વાળા ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડાઓ લઇ, વરલી મટકાનો જુગાર રમાડતા રોકડ રકમ રૂપિયા 11,520તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથામુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy