(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 10
એલ.સી.બી.ટીમ ને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે પાટડી પો.સ્ટે વિસ્તારમાં આવેલ પાટડી તળાવ ની પાળ પાસે આરોપી રાકેશ ઉફે રાકલો દશરથભાઇ ઠાકોર રહે,વંદેમાતરમ સોસાયટી પાટડી તા.પાટડી વાળાના કબ્જા વાળા રહેણાક મકાન ની અંદર ગુપ્ત ખાનુ બનાવી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સંતાડી રાખેલ છે.
જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા રહેણાક મકાન ના ધાબા ઉપર ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની 180 એમ.એલ ની નાની બોટલો નં.2160 કી.રૂ.2.54,000/- તથા બીયર ટીન નંગ-1680 કી.રૂ-3,69,600/- એમ કુલ કી.રૂ-6,24,000/-નો મુદામાલ રાકેશ ઉફે રાકલો દશરથભાઇ ઠાકોર રહે પાટડી વંદેમાતરમ સોસાયટી તા.પાટડી જી.સુરેન્દ્રનગર નાસી ગયો હતો.
એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર બી.એચ.સિંગરખીયા તથા પો.સબ.ઇન્સ જે.વાય પઠાણ તથા પોહેડકોન્સ, પરીક્ષિતસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ રાઠોડ તથા પો.કોન્સ પ્રતાપસિંહ રાઠોડ તથા પો.કોન્સ અશોકભાઈ શેખાવા તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ.કોન્સ દશરથભાઇ પાંઘર તથા પો.કોન્સ સંજયભાઇ પાઠક તથા ડ્રા.પો.કાન્સ પ્રથમનસિંહ પરમારએ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy