ટીઆરપી ગેમઝોનમાં ભોગ બનેલા ગોરખપુરના યુવકના પરિવારજનોનું ક્રાઈમ બ્રાન્ચે નિવેદન નોંધ્યું

Crime | Rajkot | 29 May, 2024 | 04:44 PM
કેટલા દિવસથી કામ કરતો, શું પગાર આપતા તે બાબતે પરિવારની પુછપરછ કરવામાં આવી: પરિવારજનો અસ્થિ સાથે ક્રાઈમ બ્રાન્ચે પહોંચ્યા
સાંજ સમાચાર

રાજકોટ તા.29
ટીઆરપી ગેમઝોન આગકાંડમાં ભોગ બનેલા ગોરખપુરના વતની મોનુ ગોંડ નામના યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમનો મૃતદેહની અંતિમવિધિ કરી ક્રાઈમ બ્રાંચની ઓફીસે નિવેદન નોંધવા અસ્થિ સાથે પહોંચ્યા હતા.

ગઈ તા.25ના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. જેમાં કર્મચારી તરીકે કામ કરતો મુળ ઉતરપ્રદેશનો મોનુ કેશવભાઈ ગોંડ નામનો યુવાન પણ જીવતો સળગી ગયો હતો. જે મામલે તેમના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમનું ડીએનએ લઈ એફએસએલમાં મોકલાતા તેમનો ડીએનએ મેચ થયો હતો જે બાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપાતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ શેખની રાહબરીમાં મૃતકનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

જે બાદ પીએસઆઈ પરિવારજનોને નિવેદન નોંધાવવા ક્રાઈમ બ્રાંચની ઓફીસે લઈ આવી હતી જયારે પરિવારજનો અસ્થિ સાથે ક્રાઈમ બ્રાંચની ઓફીસે પહોંચ્યા હતા. મૃતક યુવક કેટલા સમયથી કામે લાગ્યો હતો, શું પગાર હતો સહિતની પુછપરછ ક્રાઈમ બ્રાંચની ટીમે પરિવારને કરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj