વાંકાનેરમાં પેલેસ્ટાઇન અને લીલા રંગના ઝંડા સાથે નીકળેલા ચાર અને બે કારચાલક સામે ગુનો નોંધાયો

Crime | Morbi | 28 April, 2025 | 11:33 AM
વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો: આરોપીઓને પકડવા કાર્યવાહી
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી, તા.28
વાંકાનેર શહેરમાં જકાતનાકા તરફ જવાના રસ્તા ઉપરથી બે દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમિયાન ત્રણ ગાડીઓ પસાર થઈ હતી તે પૈકીની એક ગાડી ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને અન્ય બે ગાડી ઉપર લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે અંગેની તપાસ કરીને પોલીસ દ્વારા હાલમાં જુદી જુદી ત્રણ કારના ચાલકો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ તાજેતરમાં જમ્મુના પહેલગામ ખાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓને પણ પનાહ આપનાર પાકિસ્તાનનો ઠેર ઠેર વિરોધ થાય છે તેવા સમયે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ગત તા. 26/4 ના રોજ રાત્રિના સમયે ત્રણ ગાડીઓ પસાર થઈ હતી અને તેમાં આગળ અને પાછળ જે ગાડી જઈ રહી હતી.

તેમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જો કે, વચ્ચે સ્વિફ્ટ ગાડી ચાલતી હતી અને તે ગાડી ઉપર આગળ બોનેટ પાસે પેલેસ્ટાઇનનો દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને આ ગાડીઓ વાંકાનેર શહેરમાંથી જકાતનાકા તરફ જતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને વાંકાનેર શહેર પોલીસ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. 

વાયરલ થયેલા વિડીયોમાં મહિન્દ્રા થાર ગાડી નંબર જીજે 3 એમએચ 5510, સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીડી 9211 તથા એક અજાણી નંબર પ્લેટ વગરની કાર જોવા મળી હતી આ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 281, 125 મુજબ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj