બપોરે જ 43 ડીગ્રીને પાર : રાજકોટમાં સીઝનનો સૌથી ગરમ દિવસ

Gujarat, Saurashtra | Rajkot | 15 May, 2024 | 03:43 PM
શહેરમાં બપોરે અગનવર્ષા : પૂરા સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી: આઠ કિ.મી.ની ઝડપે પવન : રાજ માર્ગો પર કુદરતી કર્ફયુ
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
રાજકોટ શહેરમાં આજરોજ ચાલુ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાતા રાજકોટવાસીઓ ભઠ્ઠાશેક જેવી ગરમીમાં શેકાઇ ગયા હતા અને આજરોજ બપોરે 2-30 કલાકે જ રાજકોટનું તાપમાન 43 ડીગ્રીએ પહોંચી જતાં રાજ માર્ગો સુમસામ થઇ ગયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ આવતીકાલ સુધી રાજ્યમાં માવઠાની આગાહી છે. પરંતુ માવઠા વચ્ચે પણ ગરમી થતી નથી અનેક સ્થળોએ છેલ્લા બે-ત્રણ દિવસથી 41 થી 42 ડીગ્રી સુધીની ગરમી નોંધાઇ રહી છે.

ત્યારે આજરોજ તો રાજકોટમાં સૂર્યદેવે આગ ઓકતા રાજકોટવાસીઓ તોબા પોકારી ગયા હતા. બપોરે અઢી કલાકે જ શહેરનું તાપમાન 43 ડીગ્રી થઇ ગયું હતું અને બપોરે હવામાં ભેજનું પ્રમાણ 20 ટકા રહ્યું હતું. તેમજ પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિકલાક રહેતા. આગ ઝરતી લૂંનો પણ અનુભવ થયો હતો.

આ ઉપરાંત આજે સવારથી જ સૂર્ય દેવતાએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું હતું અને આજે સવારે 8-30 કલાકે જ શહેરનું તાપમાન 32 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 25 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે હવામાં ભેજ 45 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. રહેવા પામી હતી. 

હવામાન વિભાગનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આજે બપોરે અઢી કલાકે તાપમાન 43 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું અને પવનની ઝડપ પણ ઓછી હતી. આથી આજે મહત્તમ તાપમાન 44 ડીગ્રી સુધી પહોંચી જવાની પૂરી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,આવતીકાલે 16 મેના રોજ અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,મધ્યપ્રદેશમાં સાઈકલોનીક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે,ખેડા અમદાવાદ આણંદ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા સહિત વરસાદ રહેશે,આજે સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.બીજી તરફ સુરત , વલસાડ પોરબંદર ભાવનગરમાં ગરમીને લઈ હિટવેવની આગહી કરાઈ છે.

આઈએડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj