મુંબઈ તા.20
ક્રિપ્ટોકરન્સી ફરીથી ચર્ચામાં આવી છે તેનું કારણ છે અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આજે 20 જાન્યુઆરીએ યોજાનારી શપથવિધિ છે. માનવામાં આવે છે કે શપથ લીધા બાદ ટ્રમ્પ ક્રિપ્ટો કરન્સીને લઈને કોઈ જાહેરાત કરી કે છે. આ આશાને લઈને છેલ્લા પાંચ દિવસમાં ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળો આવ્યો છે.
બીજી બાજુ શુક્રવારે ટ્રમ્પે ટ્રમ્પ મીમ કોઈન લોન્ચ કર્યો હતો. આ કોઈન લોન્ચ થતા જ 8000 ટકાનો ઉછાળો આવી ગયો હતો. ટ્રમ્પના મિત્ર એલન મસ્ક સહિત અનેક લોકો ટ્રમ્પ પ્રશાસન સાથે જોડાયેલા છે તે પણ ક્રિપ્ટો કરન્સીના સમર્થક છે.
શું છે ટ્રમ્પનો પ્લાન: જાણકારો અનુસાર ટ્રમ્પ પોતાના કાર્યકાળના પ્રથમ કેટલાક દિવસોમાં ક્રિપ્ટોકરન્સી કંપનીઓ પર લગાવનારા વિનિયામક બોજને ઘટાડી શકે છે. સાથે સાથે તે ડિઝીટલ કરન્સી અપનાવવાને પ્રોત્સાહન આપવા સંબંધીત કોઈ જાહેરાત કરી શકે છે.
પાંચ દિવસમાં ક્રિપ્ટોમાં આવ્યો કેટલો ઉછાળો: બિટકોઈન ફરીથી એક લાખ ડોલરનો આંકડો પાર કરી ચૂકયા છે. રવિવારે સવારે તેની કિંમત 1.05 લાખ ડોલર હતી. લાઈટકોઈનમાં પણ ઘણી તેજી જોવા હતી હજુ તેની કિંમત લગભગ 120 ડોલર છે, 5 દિવસમાં તેમાં 17 ટકાથી વધુ તેજી આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy