ઉપલેટા, તા. 15
ઉપલેટાના મેરવદર ગામે ડોક્ટર આંબેડકર જયંતી પ્રસંગે વિવાદ થતા દલિતોએ ધરણા કર્યા હતા.ગઈકાલે ડો. બાબા સાહેબ આંબેડકર ની 143 ની જયંતિ પ્રસંગે મેરવદર ગામે ગઇકાલે બાબાસાહેબને ફૂલહાર કરવા દલિતો મેરવદર હાઇસ્કુલ એ પહોંચ્યા ત્યારે મેરવદર હાઈસ્કૂલ નો મુખ્ય ગેટ બંધ હોય દલિતોને આંબેડકર જયંતિ ઉજવવા ન દેવાનું હાઈસ્કૂલના ટ્રસ્ટીઓનું આ કાવતરૂ હોવાનું દલિત આગેવાન છગનભાઈએ પત્રકારોને જણાવ્યું હતું.
આ બાબતનો વિવાદ થતા મેરવદર ગામે રહેતા તમામ દલિત પરિવારોને હાઈસ્કૂલના પટાંગણમાં પહોંચી અને ધરણા કર્યા હતા આ અંગે મેરવદર હાઈસ્કૂલનું સંચાલન કરતા ગ્રામ પંચાયત ના સરપંચ મનસુખભાઈ નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે 14મી એપ્રિલે જાહેર રજા હોય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાજકોટ રહેતા હોય રાજકોટ ચાલ્યા ગયા હતા હાઈ સ્કુલની ચાવી પટાવાળાને આપતા ગયા હતા.
જ્યારે મેઇન ગેટ ખોલવા માટે ચાવી લઈને પટાવાળો પહોંચ્યો ત્યારે ભૂલથી મેઈન ગેટની ચાવી આપવાની રહી ગયેલ હતી જેથી મેઈન ગેટ ખુલી શકેલ નહોતો પરંતુ બાજુના નાના ગેટમાંથી લોકોએ જઈ અને આંબેડકરને ફુલહાર કરેલા પણ હતા ફુલહાર કર્યા બાદ ત્યાંથી બીજી જગ્યાએ ફૂલહાર કરવા ગયા હતા.
આ અંગે કોઈ પણ જાતનો વિવાદ જે તે વખતે થયો નહોતો પરંતુ કેટલાક લોકોએ આ બાબતને રાજકીય રંગ આપવા પાછળથી લોકોને ઉશ્કેરી અને હાઈસ્કૂલના પટાંગણમાંમાં ધરણા કરવા માટે બેસાડેલ હતા.સમગ્ર બાબતમાં સંચાલકોનો બાબાસાહેબને ફૂલહાર કરતા અટકાવવાનું કોઈ ઈરાદો નહોતો ફૂલહાર કરવામાં પણ આવેલા હતા.
પરંતુ કેટલાક આગેવાનોએ આ બાબતને રાજકીય રંગ આપેલ છે જે દુ:ખદ બનાવ છે જોકે અંતે ઘી ના ઠામમાં ધી પડી ગયું હતું નાના ગામમાં વાતાવરણ ન બગડે એ માટે આગેવાનો અને પોલીસે સમજાવટથી મામલાને સુલજાવેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy