મુંબઇ: સંજય લીલા ભણસાલીની લેટેસ્ટ ફિલ્મ લવ એન્ડ વોર ચર્ચામાં છે. આ ફિલ્મ હાલમાં તો 2026ની 20 માર્ચે રીલીઝ કરવાનું પ્લાનીંગ છે પણ એના કાસ્ટિંગને કારણે દર્શકો અત્યારથી જ આ ફિલ્મમાં રસ લઇ રહ્યા છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલી તેમની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’થી ફેવરીટ બનેલી આલિયા ભટ્ટ સાથે ફરી કામ કરી રહ્યા છે. વળી આ ફિલ્મમાં ‘બ્રહ્માસ્ત્ર’ પછી રિયલ લાઇફ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફરી સાથે જોવા મળશે. આ ફિલ્મથી ‘છાવા’ના ટ્રેલરથી ગાજી રહેલો વિકી કૌશલ પણ મહત્વના પેરેલલ રોલમાં છે.
હવે આ ફિલ્મ વિશે એવી માહિતી મળી છે કે આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીની બીજી ફેવરીટ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ પણ મહત્વનો કેમિયો કરી રહી છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યકિતએ માહિતી આપી હતી કે ફિલ્મમાં આલિયા કેબરે ડાન્સરનો તેમજ રણબીર અને વીકી ઇન્ડિયન એરફોર્સના ઓફિસર્સનો રોલ ભજવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy