મુંબઈ તા.12
એનસીપીની રાજયસભા સાંસદ સુનેત્રા અજીત પવારને દિલ્હીના 11 જનપથ પર સરકારી આવાસ મળ્યુ છે. આ બંગલો બીજી સૌથી મોટી શ્રેણી ટાઈપ-7 બંગલો છે. આ બંગલો ફાળવણી બાદ ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે સુનેત્રાનો બંગલો તેમના શ્ર્વસુર શરદ પવારના અધિકૃત નિવાસની સામે છે. શરદ પવાર 6 જનપથ પર ટાઈપ-7 બંગલામાં રહે છે.
શરદ પવારની પુત્રી અને ચાર વાર લોકસભા સાંસદ રહી ચુકેલી સુપ્રિયા શુલે પણ પિતાની સાથે તે બંગલામાં રહે છે. સુનેત્રા પવારને લુટિયન્સ દિલ્હીમાં ટાઈપ-7 બંગલો ફાળવવામાં આવવું ચર્ચીત એટલા માટે છે કારણ કે આ એક મોટી વાત માનવામાં આવે છે. સુનેત્ર ા પહેલીવાર સાંસદ નથી બની છે અને નિયમો મુજબ સૌથી મોટી શ્રેણીના આવાસની હકદાર નથી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં સુનેત્રા નણંદ સુપ્રિયા શુલે સામે ચૂંટણી હારી ગઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy