લોધીકાનાં રાવકીમાં રેવન્યુ તંત્રનું ડિમોલીશન: બુદ્ધ, ડો.આંબેડકરજીની પ્રતિમા હટાવાતા રોષ

Saurashtra | Rajkot | 21 May, 2024 | 04:01 PM
દલિત સમાજે ઉગ્ર આંદોલનની ચિમકી આપી વિરોધ પ્રગટ કરતા પોલીસે 5 થી 6 આગેવાનોની અટકાયત કરી: કાનૂની લડાઈમાં હાઈકોર્ટનાં આદેશ બાદ જિલ્લા કલેકટરની સુચનાને પગલે મામલતદારે રૂ।.15 કરોડની બે એકર સરકારી જમીન ખુલ્લી કરાવી
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
સપ્તાહ અગાઉ જ રાજકોટ જિલ્લા કલેકટરે જિલ્લાનાં દરેક મામલતદારોને કરોડો રૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા કોમર્શિયલ અને રહેણાંક દબાણોનો સર્વે કરી તાત્કાલિક આવા દબાણોનો સર્વે કહી તાત્કાલિક આવા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવા આદેશ કર્યો હતો.

આ આદેશનાં પગલે જિલ્લાનાં જુદા-જુદા તાલુકાનાં મામલતદારોએ દબાણોનો સર્વે શરૂ પણ કરી દિધો છે.ત્યારે આજરોજ જિલ્લા કલેકટરની સુચના મુજબ લોધીકા તાલુકા મામલતદાર અને તેની ટીમ દ્વારા લોધીકાનાં રાવકીનાં સર્વેનં.645માં આવેલ કે જેની બજાર કિંમત આશરે રૂ।.15 કરોડ  થવા જાય છે. તેનાં ઉપર લાંબા સમયથી ખડકાઈ ગયેલા વિવાદાસ્પદ દબાણને આજે હાઈકોર્ટના આદેશમુજબ હટાવી દેવાયું.

અત્રે ઉલ્લેખનીય છેકે, ઉપરોકત સરકારી જમીન ઉપર લાંબાસમયથી મુકેશ ખોડાભાઈ ડાંગર, અને હંસાબેન એમ.સિંગલ દ્વારા બેથી ત્રણ ઓરડી અને બુદ્ધભગવાન તથા ડો.બાબા સાહેબ આંબેડકરનાં સ્ટેચ્યુ ઉભા કરી દબાણ કરવામાં આવેલ હતાં.આ દબાણ અંગે જે-તે સમયે જિલ્લા કલેકટર અપક્ષ લેન્ડ ગ્રેબીંગનો કેસ પણ ચાલ્યો હતો.અને કલેકટરે દબાણ દુર કરવા હુકમ કર્યો હતો.પરંતુ, કલેકટરનાં હુકમ સામે-દબાણ કર્તાઓએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી.

દરમ્યાન કોર્ટમાં આકેસ ચાલી જતા તાજેતરમાં જ હાઈકોર્ટ પણ ઉપરોકત જમીનનાં દબાણો હટાવી દેવા માટે આદેશ કરતા અંતે આજરોજ કલેકટરની સુચના મુજબ લોધીકા તાલુકા મામલતદાર, અને તેની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ઓરડીઓ અને બુદ્ધ ભગવાન, તથા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ હટાવતા આ અંગે સ્થાનિક દલિત સમાજમાં રોષ ફેલાયો હતો.

દલીત આગેવાનોએ તા.23/5નાં બુદ્ધપૂર્ણિમાં પુર્વે જ ડિમોલીશન કરવા તંત્રએ ષડયંત્ર કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.ખાસ કરીને તંત્રએ ભગવાન બુદ્ધ અને ડો.આંબેડકરજીની પ્રતિમા હટાવાતા દલિત આગેવાનોએ હવે આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચેતવણી ઉચ્ચારી હતી.

દરમ્યાન આજરોજ પ્રતિમાઓનાં ડિમોલીશનનો વિરોધ પ્રગટ કરવા ડી.ડી.સોલંકી સહિતનાં 5 થી 6 દલિત, આગેવાનો લોધીકા પોલીસ મથક પાસે એકત્ર થતા પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી લીધી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj