(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.10
ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક આજથી 4 દિવસ બંધ રહેશે સિંહ ગણતરી પુર્ણ થયે 14મી થી પુન: સફારી પાર્ક ધમધમતો થશે એશીયાટિક લાઈનની ગણતરી કરવા માટે તૈયારી સંપન્ન તા.10 મી મે થી લઈ 13મી મે સુધી વન્ય સ્ટાફ સિંહોની અંદાજીત ગણતરી કરશે.
એશિયાઈ સિંહની વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ થશે અને સતત ચાર દિવસ સુધી આ જહેમત વન વિભાગના કર્મચારીઓ ઉઠાવશે એટલે 10મી મે થી લઈ 13મી મે સુધી કુલ ચાર દિવસ માટે વન્ય સ્ટાફ સિંહોની અંદાજીત ગણતરી કરશે. ગણતરી કાર્ય સમયે પ્રવાસીઓનો ઘસારો ખલેલ પહોંચાડી શકે તેવી ધારણા સાથે વન ખાતાએ આંબરડી સફારી પાર્ક સિંહ ગણતરી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy