નવી દિલ્હી તા.23
સુપ્રિમ કોર્ટે પીજી મેડીકલ કોર્સમાં મોટા પ્રમાણમાં સીટ બ્લોક કરવાના ચલણ પર ચિંતા વ્યકત કરી છે. તેને રોકવા માટે કોર્ટે બધી ખાનગી અને ડીમ્ડ યુનિવર્સીટીઓને રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા સ્નાતકોતર (નીટ પીજી) માટે કાઉન્સેલીંગ પહેલા ચાર્જ વસુલીનો ખુલાસો કરવા ફરજીયાત કર્યો છે.
જસ્ટીસ પારડીવાલા અને આર.મહાદેવનની પીઠે હાલમાં જ પસાર કરેલ પોતાનાં નિર્ણયમાં સીટ બ્લોક કરવા પર કડક દંડનો આદેશ આપ્યો છે જે અંતર્ગત સીટ બ્લોક કરનાર છાત્રોની સુરક્ષા જમા રકમ (સિકયોરીટી ડિપોઝીટ) જપ્ત કરવામાં આવશે. સાથે સાથે તેમને ભવિષ્યની નીટ-પીજી પરીક્ષાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે.
મિલી ભગતમાં દોષિત કોલેજને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવશે. બેન્ચે જણાવ્યું હતું કે મેડીકલ કોલેજોમાં સીટ રોકવાની કુપ્રથા સીટની વાસ્તવિક ઉપલબ્ધતાને વિકૃત કરી દે છે આ કારણે છાત્રો વચ્ચે અસમાનતાને પ્રોત્સાહન મળે છે.
આ પ્રક્રિયા યોગ્યતાના બદલે સંયોગ-આધારીત બનાવી દે છે. કોર્ટે આ ફેંસલો યુપી સરકાર અને ચિકિત્સા શિક્ષણ તેમજ પ્રશિક્ષણ મહા નિર્દેશક લખનૌ તરફથી દાખલ અરજી પર આપ્યો છે. તેમાં અલાહાબાદ હાઈકોર્ટે દ્વારા 2018 માં પસાર એક નિર્ણયને પડકારાયો હતો.
જસ્ટીસ પારડીવાલા દ્વારા લખાયેલા ફેસલામાં કહેવાયું છે કે સીટ બ્લોક કરવી માત્ર ખોટુ જ કામ નથી. બલકે તે પારદર્શિતાની કમી અને નબળી નીતિ પ્રવર્તનની સાથે સાથે પ્રણાલીગત ખામીઓને પણ દેખાડે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy