નવી દિલ્હી,તા.18
દિલ્હી-એનસીઆર સહિત દેશભરનાં અનેક રાજયોમાં હાલના દિવસોમાં શીતલહેર અને ઘુમ્મસનો ડબલ એટેક યથાવત છે.ખરાબ હવામાનનાં કારણે દરરોજ ટ્રેનો અને ફલાઈટને અસર થાય છે.જાન્યુઆરીમાં કમોસમી વરસાદ પડે છે.
સવારથી દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, અને ઉતરાખંડમાં ઘુમ્મસ છવાયેલુ છે. દિલ્હી સહીત પશ્ચિમ ઉતર પ્રદેશમાં આઈએમડીએ ઘુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં સવારથી ધુમ્મસ અને વાદળ છવાયા
દિલ્હી-એનસીઆરમાં સવારથી જ આકાશમાં ગાઢ વાદળો છવાયા હતા.આજે અહીં ન્યુનતમ 7 ડીગ્રી અને અધિકતમ 19 ડીગ્રી નોંધાયુ હતું. આઈએમડીનાં અનુસાર આગામી ત્રણ દિવસ સુધી હવામાન આવુ જ રહેશે. 21 અને 22 જાન્યુઆરીએ પણ ભારે વરસાદનો એનસીઆરનાં લોકોએ સામનો કરવો પડશે.
યુપીમાં ગાઢ ધુમ્મસ:
ઉતર પ્રદેશ ભીષણની ઝપટમાં છે અનેક જિલ્લાઓમાં ગાઢ ઘુમ્મસ છવાયેલુ છે. ગાઢ ઘુમ્મસથી વાહન વ્યવહાર અને જનજીવનને અસર થઈ છે. ખાસ કરીને લખનૌમાં ઠંડી વધુ રહી હતી
રાજસ્થાનનાં અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી:
રાજયમાં અનેક સ્થળે ન્યુનતમ તાપમાન પાંચ ડીગ્રી સેલ્સીયસથી નીચુ નોંધાયુ હતું. અને હળવો વરસાદ નોંધાયો હતો.
કાશ્મીરમાં બરફવર્ષા બાદ શીતલહેર તેજ થઈ:
કાશ્મીરમાં બરફ વર્ષા બાદ ન્યુનતમ તાપમાનમાં ઘટાડો થયો છે. અહી 19 જાન્યુઆરી સુધી શુષ્ક હવામાનનું અનુમાન છે.20 થી 22 દરમ્યાન કેટલાંક સ્થળે હળવો વરસાદ અને બરફવર્ષાની આગાહી છે.
હિમાચલમાં પણ બરફવર્ષા:
રાજયનાં કેટલાંક ભાગોમાં શીતલહેર ચાલુ છે. આજ સવારથી અહી ઘુમ્મસ છવાયું હતું. ઉંચાઈવાળા વિસ્તારોમાં હળવોથી મધ્યમ હિમપાત થયો હતો. અનેક ભાગોમાં તાપમાન 5 ડીગ્રીની વચ્ચે રહ્યું. આગામી સપ્તાહમાં હિમપાત અને બરફવર્ષા થઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy