મોરબી નજીક ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બે યુવાન સારવારમાં

Local | Morbi | 15 May, 2024 | 02:22 PM
ટ્રક કન્ટેનરે બાઇકને ઉડાવ્યું: યુવાનને કારમાં લઇ જઇ માર માર્યો
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.15
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધરમપુર ગામ વાળી કટ પાસે ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લતા બે વ્યક્તિઓનો ઈજા થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા. 

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા હસમુખભાઈ દામજીભાઈ કાનાણી પટેલ (46)એ ડમ્પર નંબર જીજે 36 વી 3974 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

તેઓ જૂના ધરમપુર ગામની સીમમાં મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર જુની આરટીઓ ઓફિસના પુલ પાસેથી ધરમપુર વાળી કટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી ફરિયાદી તેમજ સાથે બાઈકમાં બેઠેલ દીપકભાઈ નાથાભાઈ અઘેરાને શરીરે ઇજાઓ હતી અને અકસ્માત કરીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
 

મારા મારીમાં ઇજા
શનાળા ગામે રહેતા રાજેશભાઈ લક્ષ્મણભાઇ રાજગોર (42) નામના યુવાનને મોરબીના રાજપર ગામ નજીક આવેલ શેલ્વીન કારખાના પાસે મારામારીમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
 

અકસ્માતે ઇજા
લાતી પ્લોટ શેરી નં-14 માં રહેતા ઝરીનાબેન હબીબભાઈ શેખ (43) ને ગેસના ગોડાઉન પાસે પ્રકાશ મેટલ નજીક કામ દરમિયાન અકસ્માતે ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
 

માર માર્યો
મોરબીમાં આવેલ ઋષભનગરમાં રહેતા મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા (20) નામના યુવાનને કારમાં બેસાડીને જાણીતા વ્યક્તિઓએ માર મારતા સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
 

કન્ટેનર ​હડફેટે બાઇક
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર હોટલની સામેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ક્ધટેનરના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા મધુવન સોસાયટીમાં અશોકભાઈ સુથારના મકાનમાં ભાડે રહેતા જીશાનભાઈ મકબુલભાઈ કલાડિયા ઘાંચી (22) ને સારવાર માટે હોસ્પિલમાં લઇને આવ્યો હતો. વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.
 

અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં ગાત્રાળનગર આશ્રમ જવાના રસ્તે રહેતા ગગજીભાઈ નાજાભાઇ ચારોલીયા દેવીપુજક (70) નામના વૃદ્ધે સીએનજી રીક્ષા નંબર જીજે 13 એવી 4952 ના ચાલક પ્રવીણભાઈ જેસાભાઈ મેર રહે. રાતડીયા તાલુકો વાંકાનેરએ ઠોકર મારી ઇજા કર્યાની રીક્ષા ચાલક સામે ફરિયાદ કરતા પોલેસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj