વિજયના કમિટમેન્ટમાં શંકા : તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેકઅપનું કારણ સામે આવ્યું

India, Entertainment | 14 April, 2025 | 04:27 PM
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ સલાહ આપી કે, તમન્નાના બ્રેકઅપના સમાચાર ધીરે - ધીરે મીડિયા સુધી પહોંચાડવા
સાંજ સમાચાર

મુંબઈ, તા.14
થોડા સમય પહેલા જ તમન્ના ભાટિયા અને વિજય વર્માએ બ્રેકઅપની જાહેરાત કરી હતી.પણ હજી સુધી તેમના બ્રેકઅપનું કોઈ નક્કર કારણ સામે નહોતું આવ્યું. જોકે હાલમાં એક જાણીતા પત્રકારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ બ્રેકઅપ પાછળના કારણનો ખુલાસો કર્યો છે.

આ ખુલાસા પ્રમાણે જ્યારે તમન્ના અને વિજય રિલેશનશિપમાં હતા ત્યારે તમન્નાના પિતા આ રિલેશનશિપની વિરુદ્ધમાં હતા. જોકે પછી તેઓ માની ગયા હતા અને તેમણે સ્વીકારી લીધું હતું કે તમન્ના અને વિજય 2024-’25માં લગ્ન કરવાનાં છે.

જોકે આ લગ્ન માટે નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે તમન્નાએ મૌન ધારણ કરી લીધું. જ્યારે પિતાએ આ મામલે સવાલ કર્યો ત્યારે તમન્નાએ જવાબ આપ્યો કે તે વિજય સાથે લગ્ન નથી કરવા માગતી કારણ કે તે આ રિલેશનશિપમાં સહજતા નથી અનુભવી રહી અને તેને વિજયના તેના પ્રત્યેના કમિટમેન્ટમાં શંકા છે.

તમન્નાને લાગતું હતું કે, વિજય તેના પર જાહેરમાં સતત તેની સાથે દેખાવા માટે દબાણ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં તમન્નાનાં માતા-પિતા આ વાતને જાહેર કઈ રીતે કરવી એ વિશે મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં. 

આ દરમિયાન પરિવારના નિકટના મિત્ર અને સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ સલાહ આપી કે તમન્નાના બ્રેકઅપના સમાચાર ધીરે-ધીરે મીડિયા સુધી પહોંચાડી દેવા જોઈએ. તમન્ના અને તેના પરિવારે આ વાત માની અને આ રીતે તમન્ના અને વિજયના બ્રેકઅપની વાત જાહેર થઈ ગઈ.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj