(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.15
અમરેલી જિલ્લામાં ભારત રત્ન ડો. બાબાસાહેબની 134મી જન્મ જયંતીની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં જય ભીમનો નાદ ગુંજી ઉઠયો હતો. શોભાયાત્રા, પુષ્પાંજલિ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં નાગરિકો વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.
અમરેલી શહેરમાં આજે ચિતલ રોડ પરથી ડો. બાબાસાહેબની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી.
ડી.જે.નાં તાલ, જય ભીમનો નાદ, ધ્વજ સાથે નીકળેલ વિશાળ શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો પર ફરી હતી અને એસ.ટી. બસપોર્ટ નજીક આવેલ ડો. બાબાસાહેબની પ્રતિમાનેપુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
તદુઉપરાંત સ્વયંમ સૈનિક દળ દ્વારા પણ ડો. બાબાસાહેબની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન સરદાર સર્કલે સરદાર પટેલ, ડો. જીવરાજ મહેતા ચોકમાં ડો. જીવરાજ મહેતા, રાજમહેલ કેમ્પસમાં સયાજીરાવ ગાયકવાડ સહિતનાં મહાનુભાવોને પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
બાબાપુર:- બાબાપુરમાં મંદાકિનીબેન પુરોહિતના માર્ગદર્શનમાં શ્રી સર્વોદય આશ્રમ બાબાપુરમાં શ્રી પોસ્ટ બેઝિક હાઈસ્કૂલ અને શ્રી મહિલા અઘ્યાપન મંદિર બાબાપુરના સંયુક્તત ઉપક્રમે ડા. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ‘વંદન તને, ભારતરત્ન ભીમરાવ‘ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સરગમ ગ્રુપના ભાવસભર ગીતથી થયો હતો.
ત્યારબાદ આ. મીનીબેન તથા આ. મોહનભાઈ વાળા, નસીમબેન સંવટ, હરગોવિંદભાઈ પંડ્યા, તૃપ્તિબેન મહેતા, અંજનાબેન વરડાંગર તેમજ નાનકડી ઢીંગલી ના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. હિમાંશુભાઈ જોષીએ કાર્યક્રમના મુખ્ય વક્તતા મોહનભાઈવાળાનું શાબ્દિક સ્વાગત કરી, બાબાસાહેબ જન્મજયંતિ આનુષંગિક પોતાના વિચારો રજૂ કર્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy