ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ પ્રસંગે આજે ગાંધીનગરમાં ડો.આંબેડકરની પ્રતિમાને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ ભાવાંજલિ અર્પીત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ડો. બાબાસાહેબને ભાવાંજલી આપતા જણાવ્યું હતું કે ડો.બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે.
તે ડો. બાબાસાહેબના જીવનમાંથી શીખવા મળે છે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા.14થી 24 એપ્રિલ સુધી સમગ્ર રાજયમાં ડો.બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન ચલાવવામાં આવનાર છે તેની ભૂમિકા આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy