કલેકટર સહિતની મહેસુલી કચેરીઓમાં ફાયર સેફટી માટે ધડાધડ પગલા

Local | Rajkot | 30 May, 2024 | 05:13 PM
એકસપાયરી ડેઈટ પૂર્ણ થતા ફાયર એકઝીકયુટર સીલીન્ડર તાબડતોબ બદલાયા
સાંજ સમાચાર

રાજકોટ તા.30
કલેકટર કચેરીમાં ફાયર એકઝીકયુટર સીલીન્ડરની મુદ્દત ખત્મ થવા છતાં તેના રીન્યુઅલમાં બેદરકારી રખાયાનું ખુલ્યા બાદ આજે કલેકટર સહિતની શહેરની તમામ મહેસુલી કચેરીઓમાં ધડાધડ પગલા લેવામાં આવેલ હતા.

જેમાં કલેકટર કચેરી, તેમજ પ્રાંત કચેરીઓમાં તાબડતોબ નવા ફાયર એકઝીકયુટર સીલીન્ડરો લગાડવામાં આવેલ હતા. અહીં ઉલ્લેખનીય છે કે ટીઆરપી અગ્નિકાંડ બાદ કલેકટર કચેરીના 27 જેટલા ફાયર એકઝીકયુટર સીલીન્ડરની એકસપાયરી ડેઈટ પૂર્ણ થયાની જાણ કલેકટર કચેરીની જનરલ શાખા દ્વારા મોડે મોડે આર એન્ડ બી વિભાગને કરવામાં આવી હતી. 

જે બાદ આજે તાબડતોબ કલેકટર કચેરીના આ એકસપાયરી ડેઈટ વાળા ફાયર એકઝીકયુટર સીલીન્ડરો બદલી નવા નાખવામાં આવ્યા હતા. તેની સાથોસાથ જુની કલેકટરની કચેરીના પટાંગણમાં બેસતી પ્રાંત કચેરીઓના ફાયર એકઝીકયુટર સીલીન્ડરોની મુદત પણ પૂર્ણ થયાનું ખુલતા આ સીલીન્ડરોને પણ આજે તાબડતોબ બદલવામાં આવેલ હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj