મોસ્કો: રશિયા-યુક્રેન વચ્ચ ભાંગી પડેલા યુદ્ધવિરામ બાદ ગઈકાલે અચાનક જ રશિયાના પાટનગર મોસ્કો પર યુક્રેને જબરો ડ્રોન હુમલો કર્યો હતો. મોસ્કોના આકાશમાં એક સાથે સંખ્યાબંધ ડ્રોન ધસી આવ્યા હતા અને ધડાકા થવા લાગ્યા હતા.
આજ સમયે હાલ રશિયા ગયેલા ભારતના સાંસદ કનીમોઝીના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળને લઈ આવતુ વિમાન પણ મોસ્કોના આકાશમાં હતું અને તેમના વિમાન પર મોટુ જોખમ સર્જાયુ હતુ પણ રશિયન એરડિફેન્સ વિમાને એક બાદ એક તમામ ડ્રોન તોડી પાડયા હતા.
રશિયન એરફોર્સના વિમાનો પણ આકાશમાં પહોંચી ગયા હતા તથા ભારતીય સાંસદોને લઈ આવતા ખાસ વિમાન સહિતના નાગરિક વિમાનોને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડીંગ કરાવ્યા હતા. મોસ્કોના મેયર સરગેઈ સોબ્યાનીને આ પ્રકારે ડ્રોન હુમલો થયો છે તેવુ સ્વીકાર્યુ હતું પણ કોઈ નાગરિક વિમાનો નિશાન બન્યા નહી હોવાનું પણ જણાવ્યુ હતું.
રશિયન ડિફેન્સ વિભાગે એક યાદીમાં સ્વીકાર્યુ કે, એક સાથે 105 ડ્રોન હુમલો થયો હતો. જેમાં 35 મોસ્કોના આકાશ સુધી પહોંચી ગયા હતા પણ તમામને એરડિફેન્સ સીસ્ટમે તોડી પાડયા હતા. હજુ એક દિવસ પુર્વે જ 27 ડ્રોનથી રશિયા પર હુમલો થયો હતો.
રશિયાના આ પાટનગર મોસ્કોમાં ગુરુવારે ડ્રોન હુમલા બાદ તમામ નાગરિક વિમાનોની ઉડાન રદ કરવામાં આવી હતી. મોસ્કોમાં મુખ્ય સહિત ચાર એરપોર્ટ છે. જે તમામ બંધ રાખવા ફરજ પડી હતી.
મોસ્કોમાં ભારતના ડીએમકે સાંસદ કનીમોઝી કરુણાનીધી સમાજવાદી પક્ષના સાંસદ રાજીવ રાય, રાજદના સાંસદ પ્રેમચંદ્ર ગુપ્તા ઉપરાંત વિદેશ- સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો પણ સામેલ થયા છે.
ભારતીય પ્રતિનિધિઓના વિમાનને એરપોર્ટ આસપાસ થોડો સમય હવામાં રહેવાની ફરજ પડી હતી. બાદમાં લશ્કરી વિમાનના એસ્કોર્ટ સાથે તેનું લેન્ડીંગ થયુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy