રાજકોટ,તા.8
ભારત અને પાકિસ્તા વચ્ચે ગંભીર હદે વકરતા તનાવ વચ્ચે આજે કચ્છની પાક બોર્ડર નજીક વિસ્ફોટ થતાં ખળભળાટ સર્જાયો છે.ડ્રોનનો આ ધડાકો હોવાનું બહાર આવ્યું છે. ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યું હતુ કે કેમ તે વિશે તપાસ માટે એરફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓને દોડાવવામાં આવ્યા હતા.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે છ વાગ્યાના અરસામાં કચ્છનાં ખાવડા સ્થિત ઈન્ડીયા બ્રીજ બોર્ડર વિસ્તારમાં જોરદાર ધમાકો થયો હતો.પ્રાથમિક તપાસમાં એવૂ બહાર આવ્યું છે કે એક ડ્રોન પાવરલાઈન સાથે ટકરાઈને તૂટી પડયુ હતું અને તેના કારણે આ ધડાકો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઉપરાંત એરફોર્સનો કાફલો ઘસી ગયો હતો.
વિસ્ફોટ સાથે તૂટી પડેલા ડ્રોનનાં કાટમાળને એકત્રિત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રોન કોનું અને કયાંથી આવ્યું તે દિશામાં તપાસ છે પાક. સાથે તનાવનો માહોલ છે અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશો છે. ત્યારે આ ડ્રોન કયાંથી આવ્યું તે વિશે પણ સવાલ ઉઠવા લાગ્યા છે.
ભારત બે દિવસથી પાકિસ્તાન પર ઓપરેશન સિંદુર ચલાવી રહ્યું છે અને તેને કારણે માહોલ તનાવભર્યો છે.પાકિસ્તાન કોઈ વળતો અટકચાળો ન કરે તે માટે ભારતભરમાં ખાસ કરીને સરહદી જીલ્લાઓમાં હાઈએલર્ટ છે. કચ્છ અને પાકિસ્તાનની સરહદે છે અને સંવેદશીલ જીલ્લો ગણાય છે.
ત્યાં પણ હાઈ એલર્ટની સ્થિતિ છે.તેવા સમયે બોર્ડર નજીક ડ્રોનની ઉડાન તથા તૂટી પડવાની ઘટનાને ગંભીર ગણવામાં આવી રહી છે. એક સમગ્ર વિસ્તારમાં ઉતેજના પ્રસરી છે. અનેકવિધ અટકળો વ્યકત થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy