અમદાવાદ,તા.17
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ક્રિપ્ટોકરન્સીના નામે મોટી છેતરપિંડી કરનારાઓ પર અત્યાર સુધીમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે.ઇડીએ રૂ।646 કરોડની ક્રિપ્ટોકરન્સી કબજે કરી છે, જે મેગા મની લોન્ડરિંગ તપાસ હેઠળ કરવામાં આવેલી સૌથી મોટી જપ્તી છે. આ મામલો બનાવટી રોકાણ યોજના સાથે સંબંધિત છે, જેમાં સિક્યોરિટીઝના રોકાણના નામે હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
અમદાવાદમાં ઇડી ઓફિસે તપાસ દરમિયાન 23.50 લાખ કેશ, એક લક્ઝરી એસયુવી અને ઘણાં ડિજિટલ ઉપકરણો પણ કબજે કર્યા છે. આ કૌભાંડ "બિટકનેટ્સ લોન સ્કીમ" દ્વારા થયું હતું, જેમાં રોકાણકારોને ગેરકાયદેસર રીતે રોકાણકારોને ફસાવવામાં આવ્યાં હતાં.
ઇડીની તપાસ સુરત પોલીસની ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરથી શરૂ થઈ હતી, જેમાં અહેવાલ આપ્યો હતો કે નવેમ્બર 2016 થી જાન્યુઆરી 2018 ની વચ્ચે નોટબંધી પછી છેતરપિંડી થઈ હતી.
એજન્સીએ તકનીકી નિષ્ણાતોની એક ટીમને મૂકી અને ઘણાં ક્રિપ્ટો વોલેટ્સ અને તેમનાં વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી, જેથી આ ભંડોળ ક્યાંથી આવ્યાં અને કોણ તેમને નિયંત્રિત કરી રહ્યું છે તેની ખાતરી કરી શકાય.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડના વ્યવહારો ’ડાર્ક વેબ’ દ્વારા કરવામાં આવ્યાં હતાં, જેનાથી વ્યવહાર શોધી કાઢવામાં ખૂબ મુશ્કેલ બન્યાં હતાં. આ હોવા છતાં, ઇડીએ ગ્રાઉન્ડ લેવલ પરથી માહિતી એકત્રિત કરી અને ઘણાં ડિજિટલ વોલેટ્સની ઓળખ કરી અને તેમનાં સ્થાનને ટ્રેક કર્યા હતાં.
આખરે, રૂ.1646 કરોડની ક્રિપ્ટોકરન્સી ઈડીના વિશેષ ક્રિપ્ટો વોલેટમાં સ્થાનાંતરિત કરવામાં આવી, જે તેને અત્યાર સુધીની વર્ચુઅલ ડિજિટલ સંપત્તિનો સૌથી મોટી જપ્તી બની છે.અગાઉ, એજન્સીએ આ કિસ્સામાં રૂ.489 કરોડની સંપત્તિ કબજે કરી હતી.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, વિદેશી રોકાણકારો પણ આ કૌભાંડમાં સામેલ છે, અને મુખ્ય આરોપી અમેરિકામાં ફેડરલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓના રડાર પર છે. કૌભાંડમાં રોકાણ કરનારાઓમાં ઘણાં વિદેશી નાગરિકો પણ સામેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy