નવી દિલ્હી,તા.24
ઈપીએફઓએ પોતાના સભ્યો માટે પ્રોફાઈલ સાથે સંકળાયેલ વિવરણોમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. હવે સભ્ય પોતાના વિવરણ વિના કોઈ દસ્તાવેજને અપડેટ કરી શકે છે.
આ સુવિધા એ સભ્યો માટે છે જેમને યુનિવર્સલ એકાઉન્ટ નંબર આધાર સાથે વેરીફાઈ છે તેનો ઉદેશ ફરિયાદોને ઘટાડવા અને પેન્ડીંગ અનુરોધોનો ઝડપથી નિકાલનો છે.
અગાઉ નિયુકિત કરનાર સાથે વેરિફિકેશનમાં લગભગ 28 દિવસ લાગતા હતા હવે લગભગ 45 ટકા અનુરોધ સભ્યો ખુદ નિકાલ કરી શકે છે.અન્ય 50 ટકા અનુરોધોનો પણ નિયુકિત કરનારની મંજુરીથી નિકાલ કરી શકાશે.
આમાં ફેરફાર કરી શકાશે
નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા પિતા કે માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ સામેલ થવા અને જન્મની તારીખ
શું છે નવી પ્રક્રિયા
દસ્તાવેજ જમા કરવા અને નિયુકિત કરનારની મંજુરીની રાહ નહીં જોવી પડે. તેના માટે આધારની સાથે યુએએનની લિંક હોવી જ પર્યાપ્ત છે. ઈપીએફઓએ પોતાના સોફટવેરને પણ આ રીતે અપગ્રેડ કર્યા છે તે ઓટોમેટીક આધારથી સંબંધિત વિવરણની પુષ્ટિ કરી લેશે. ઈપીએફઓ પોર્ટલ કે ઉમંગ પોર્ટલ કે ઉમંગ એપ પર અનુરોધ કરવો પડશે.
પ્રોફાઈલ અપડેટ કરવા ચાર લાખ અનુરોધ પેન્ડીંગ
પ્રોફાઈલ અપડેટના લગભગ 3.9 લાખ અનુરોધ પેન્ડીંગ છે. આ સભ્યો હવે પેન્ડીંગ અનુરોધ પરત લઈ શકે છે અને ફરીથી આવેદન કરી શકે છે. હાલમાં સભ્યો દ્વારા નોંધાયેલી ફરિયાદોમાં લગભગ 27 ટકા પ્રોફાઈલ અને કેવાયસી મુદા સંબંધિત છે માનવામાં આવે છે કે નવી પ્રક્રિયાથી આ બધી ફરિયાદોમાં ભારે ઘટાડો થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy