લોસ એન્જલસ (અમેરિકા),તા.15
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે સોમવારે ગઈકાલે સવારે સાન ડિએગોમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોસ એન્જલસ અને દક્ષિણ કેલિફોર્નિયાના ઘણા વિસ્તારોમાં તેના આંચકા અનુભવાયા હતા.
USGS અનુસાર, આ ભૂકંપ જમીનની ખૂબ નજીક હતો અને તેનું કેન્દ્ર સેન ડિએગો કાઉન્ટીના જૂલિયન શહેરથી લગભગ 4 કિલોમીટર દક્ષિણમાં હતું.
સેન ડિએગોમાં આવેલા ભૂકંપને કારણે લોકોના ઘરોમાં કબાટ ધ્રુજવા લાગ્યા.
દરમિયાન યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) એ પણ આ ભૂકંપની પુષ્ટી કરી છે અને લોકોને ચેતવણી આપી છે કે વધુ ભૂકંપ આવી શકે છે. "આગામી થોડા કલાકો કે દિવસોમાં વધુ ભૂકંપના આંચકા અનુભવાઈ શકે છે.
જરૂરી ન હોય ત્યાં સુધી ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી કરશો નહીં. કૃપા કરીને સતર્ક રહો અને સરકારી સૂચનાઓનું પાલન કરો," અર્થ પ્રેડિક્શન નામની એક સંસ્થાએ કેલિફોર્નિયામાં ભૂકંપ અંગે 48 કલાકની ચેતવણી જાહેર કરી છે.
તેમણે કહ્યું હતું કે, "બધી આગાહીઓ એક જ વાત કહી રહ્યા છે કે, દક્ષિણ કેલિફોર્નિયામાં એક મોટો ભૂકંપ આવવાનો છે, જે માલિબુથી 100 માઇલના દાયરામાં આવી શકે છે.
તારીખ 14 અને 16 એપ્રિલની વચ્ચે છે મોટા ભાગે 15 એપ્રિલે ભૂકંપ આવી શકે છે.જૂલિયનના ઉત્તરપશ્ચિમમાં સ્ટેટ રૂટ 76 પર ભૂકંપ પછી કેટલાક પથ્થરો પર્વતો પરથી રસ્તા પર પડ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy