► જૂનાગઢ મહાપાલિકા ચૂંટણીમાં કાનૂની મુદો હોવાનો સંકેત : બનાસકાંઠામાં જીલ્લા વિભાજન મુદે પંચ રાહ જોઈ શકે: ફેબ્રુઆરી મધ્ય સુધીમાં પ્રક્રિયા આટોપી લેવાશે
રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડધમ વાગ્યા છે અને આજે સાંજે ગુજરાતના ચુંટણી અધિકારી દ્વારા આ અંગેના કાર્યક્રમ જાહેર થશે. રાજયમાં લાંબા સમયથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી બાકી છે. ખાસ કરીને ઓબીસી અનામત જે પ્રથમ વખત રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં લાગુ પડે છે. તેઓ બેઠકોની ફાળવણી વિ. પ્રક્રિયા ચાલુ હતી.
ચુંટણીપંચે આજે આ અંગેની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે અને હવે આજે સાંજે ચુંટણી જાહેર થઈ રહી છે. જેમાં જૂનાગઢ મહાપાલિકાની સામાન્ય ચુંટણી પણ યોજાઈ શકે છે. જો કે આ અંગેનો એક વિવાદ હજુ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે અને તેનું સ્ટેટસ શું છે તેના પર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ શકે છે. આ જ રીતે બનાસકાંઠા-ખેડાની જીલ્લાપંચાયતોની ચુંટણી ડયુ છે અને તેની જાહેરાત થશે કે કેમ તે પ્રશ્ર્ન છે. બનાસકાંઠામાં અલગ જીલ્લા મુદે વિરોધ આંદોલન ચાલુ છે અને દિવસે દિવસે તે ઉગ્ર બની રહ્યું છે. ભાજપ્ના ધારાસભ્યો પણ તેમાં સામેલ થયા છે. આથી હવે વિભાજન પુર્વેના જીલ્લા પંચાયતની ચુંટણીમાં યોજવાનું શકય નહી હોવાનું રાજકીય સૂત્રોનું કહેવુ છે.
આથી ચુંટણીપંચ હવે આજે કઈ કઈ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ યોજશે તેના પર નજર છે. સૂત્રોના જણાવ્યા મુજબ 69 નગરપાલિકા જયાં કોઈ વિવાદ નથી ત્યાં ચુંટણીઓ યોજાઈ શકે છે. આજ રીતે કેટલીક તાલુકા પંચાયતો અને ગ્રામ્ય પંચાયતો જેમાં 539 નવી ગ્રામ્યપંચાયતો બનાવવામાં આવી છે ત્યાં પણ ચુંટણીઓ યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન અને તા.15-17 વચ્ચે પરિણામ જાહેર કરાશે. તા.19થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થનાર છે તે પુર્વે તમામ પ્રક્રિયાઓ પુરી કરી દેવાશે.
► ભાજપ સંગઠનની નવરચનામાં વધુ વિલંબ સર્જાશે!
સ્થાનિક ચૂંટણીઓ જાહેર થતાં હવે માર્ચના મધ્ય સુધી સંગઠન યથાવત રહે તેવી ધારણા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે જાહેર થતાં હવે ભાજપના સંગઠન અંગે નવો સસ્પેન્સ સર્જાયો છે અને સુત્રોના જણાવ્યા મુજબ શક્ય છે કે નવા સંગઠનની રચના હવે માર્ચ માસમાં જઇ શકે છે. જો કે તે પૂર્વે જ્યાં વિવાદ નથી તે રાજ્યમાં પ્રદેશ પ્રમુખ સહિતની નિયુક્તિના મુદ્ે નિર્ણય લઇને રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ થઇ શકે છે.
ભાજપના બંધારણ મુજબ 50 ટકાથી વધુ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્ત થયા બાદ રાષ્ટ્રીય પ્રમુખ નિયુક્ત કરી શકાય છે અને ગુજરાતને બાદ કરીને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નિયુક્ત કરી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy