ભાવનગરમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા: કાર્યવાહી

Local | Bhavnagar | 11 June, 2024 | 10:33 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.11
 ભાવનગર એલ.સી.બી. નો સ્ટાફ પેટ્રોલીંગ માં હતો ત્યારે બાત ને મળેલ કે શહેરના સહકારી હાટ,સીતારામ શાકભાજીની બાજુમાં આવેલ ગલીમાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ  ગંજીપતાનાં પાનાં વડે  હારજીતનો જુગાર રમે છે.આ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા હતા.

જેમાં નરેશભાઇ જેન્તીભાઇ બારૈયા ઉ.વ.43,ભરતભાઇ અમરશીભાઇ લકુમ ઉ.વ.36,માર્લેશ ઉર્ફે લાલો રવજીભાઇ મકવાણા ઉ.વ.40,ચિરાગ ભરતભાઇ પરમાર ઉ.વ.23,રમેશભાઇ ચીમનભાઇ રાઠોડ ઉ.વ.46,ભરતભાઇ સરદારભાઇ ચૌહાણ ઉ.વ.36,પ્રવીણભાઇ ઢગલાજી રાઠોડ ઉ.વ.33 તથાદિલીપભાઇ કાંતીભાઇ ભાટી ઉ.વ.31 નો સમાવેશ થાય છે.પોલીસે ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.11,360/- ઝડપી લઇ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.દરોડાની આ કામગીરી માં પોલીસ ઇન્સ.  કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાબાભાઇ હરકટ, જયદિપસિંહ રઘુભા, એજાજખાન પઠાણ, વિશ્વજીતસિંહ ઝાલા જોડાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj