જામનગર તા.16:
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો પુરાવા સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં જમીનના રસ્તાના વિવાદમાં ખેડૂત વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.
જે મામલે ફરિયાદના આધારે લાલપુર પોલીસે પાડોશી ખેડૂત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહત્વનું છે કે ટૂંકા ગાળામાં જિલ્લાના હત્યાની ત્રીજી ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે.
સમગ્ર પંથકમાં ચકચાર મચાવતી હત્યારની ઘટનાની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાદુરી ગામે આવેલ રાણાસરનીધાર વિસ્તારમાં રહેતા નગાભાઇ જેતાભાઇ કરંગીયા (ઉ.વ.39) અને આરોપી ખીમાભાઇ લખમણભાઇ કરંગીયા (રહે,મુળ નાંદુરીગામ તા.લાલપુર જી.જામનગર હાલ રહે.લાલપુર તા.લાલપુર જી.જામનગર) બંને કૌટુંબિક ભાઈની ખેતીની જમીન આજુબાજુમા આવેલી છે.
ખેતીની જમીને આવવા-જવાના સંયુક્ત રસ્ત હોય જેમાં એક બાવળનુ ઝાડ વચ્ચે નડતુ હતું. આ ઝાડ કપાવવા બાબતે બે દિવસ અગાઉ બંને વચ્ચે ઝગડો થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. જેં મનદુ:ખમાં ખૂની ખેલ ખેલાયો છે.
આ મામલે નગાભાઈ જેતાભાઈ કરંગીયાએ આરોપી ખીમાં કરંગીયા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર આજથી બે દિવસ અગાઉ શેઢા પાડોશી મુળ નાંદુરીના અને હાલ લાલપુર ખાતે રહેતા ખીમાભાઇ લખમણભાઇ કરંગીયા વાડીએ આવ્યા હતા. અમારા ખેતરમાં આવવા-જવાનો સંયુક્ત રસ્તા વચ્ચે સરકારી ખરાબો આવેલો છે.
જે નાંદુરી ગામના પબાભાઈ લખમણભાઇ કરંગીયા ખેડે છે અને આ વાડીના રસ્તે આવતુ બાવળનું ઝાડ વચ્ચે નડતુ હોવાથી તેને ગયા વર્ષે કપાવી નાખ્યું હતુ અને આ વર્ષ પણ બાવળનુ ઝાડ કપાવવા આ પભાભાઇ સાથે વાત કરી લેવાનુ ખીમાભાઇ લખમણભાઇ કરંગીયાને કહ્યું હતું. ત્યારે આરોપીએ નગાભાઈ સાથે બોલાચાલી કરી જણાવ્યું હતું કેએ મને ટાઇમ મળશે ત્યારે હું કઈ આવીશ.
તારે જે કરવું હોય તે કર. આ બાબતે શાબ્દિક ટપાટપી થઈ હતી. તેવી વાત થતા આ બાબતે જે તે સમયે ફરિયાદીના કાકા સાજણભાઈ ભીખાભાઈ કરંગીયા વચ્ચે પડયા તથા આ ખીમાભાઈ કરંગીયાનો દિકરો સામંતભાઈ જે વડોદરા ખાતે રહે છે તેને ફરિયાદીને ફોન કરી સમાધાન કરાવી નાખ્યું હતું.
જે મનદુ:ખ ચાલતું હતું. તેવામાં ગઈકાલે તા.15/05/2025 ના સવારે નગાભાઇ જેતાભાઇ કરંગીયા લાલપુર ગયા હતા. ત્યારે આ અરસામા નગાભાઇના પિતાને વાડીના સંયુક્ત રસ્તે સમાધાન માટે આરોપીએ બોલાવ્યા હતા. અને ત્યાં ખીમાભાઇ કરંગીયા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. જે દરમિયાન વાડીમાં પડેલ ખેતીના નીદણીમાં લગાવેલ ધારદાર લોખંડના સળીયા વડે હુમલો કરી દિધો હતો. આ દરમિયાન જેતાભાઈ ભીખાભાઈ કરંગીયા (ઉ.વ.70) ને માથાના પાછળના ભાગે ગંભીર પહોચી હતી.
બીજી બાજુ આ બનાવની જાણ થતા સાજણભાઈ કરંગીયાએ નગાભાઈને ફોન કરી કહ્યું કે તારા પિતા જેતાભાઈને ખીમાભાઈ લખમણભાઈ કરંગીયા સાથે વાડીના રસ્તે માથાકુટ થતા ખીમાભાઈ એ તારા પિતા પર હુમલો કરી લોહી લુહાણ હાલત કરી નાખી છે. આથી ફરિયાદી લાલપૂરથી પરત દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં 108 ને ફોન કરી મારફતે પ્રથમ સારવારમાં લાલપુર સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા તાત્કાલીક જામનગર ખાતે રીફર કર્યા હતા. જોકે સારવાર કારગત ન નિવડતા જેતા ભાઈ એ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઇને બનાવ હત્યામાં પલટાયો છે.
આ બનાવની જાણ થતા લાલપુર પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્યાં નગાભાઇ જેતાભાઇ કરંગીયા (ઉ.વ.39) ની ફરિયાદના આધારે પોલીસે આરોપી ખીમાભાઇ લખમણભાઇ કરંગીયા (રહે,મુળ નાંદુરીગામ તા.લાલપુર જી.જામનગર હાલ રહે.લાલપુર સામે બી.એન.એસ.એક્ટ સને-2023 ની કલમ-103(1) તથા જી.પી.એક્ટ કલમ-135(1) મુજબ તા 15/05/2025 મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહત્વનું છે કે ત્રણ દિવસ અગાઉ સિક્કા નજીકના મુંગણી ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના પિતાને છરીના 11 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરા પંથકના દિવ્યાંગ યુવાનને ટ્રેનની સીટમાં બેસવા બાબતે બોલાચાલી થયા બાદ ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી પછાડી દઈ હત્યા નીપજાવવામાં આવી હતી. હત્યાની આ બે ઘટના તાજી છે તેવામાં લાલપુર પંથકમાં વધુ એક વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy