ટેક્સાસ :
ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્કે ટેક્સાસમાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધા ખાતે અગ્રણી ભારતીય વ્યાપારી હસ્તીઓના પ્રતિનિધિમંડળનું આયોજન કર્યું હતું. આ વિશેષ મેળાવડાએ ભારતીય સાહસિકોને ટેસ્લા કંપનીનાં સીઈઓ એલોન મસ્ક સાથે જોડાવા અને કંપનીની અત્યાધુનિક અવકાશ સંશોધન સુવિધાઓનો પ્રવાસ કરવાની તક પૂરી પાડી હતી.
હોસ્ટિંગમાં રિતેશ અગ્રવાલ, કલ્યાણ રમન આર્યમાન બિરલા વગેરેએ સ્ટારબેઝનો પ્રવાસ અને સ્પેસએક્સની સ્ટારશિપ ફ્લાઇટ 7ના સફળ પ્રક્ષેપણ અને બૂસ્ટર કેચના સાક્ષી બન્યાં હતાં.
આ ચર્ચા દરમિયાન એલોન મસ્કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે ખાસ કરીને ટેક્નોલોજી અને અવકાશ સંશોધન જેવાં ક્ષેત્રોમાં ઊંડા સહકારની શક્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વસ્તુઓ સકારાત્મક બની રહી છે. હું ચોક્કસપણે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વધારવા માટે અવરોધો ઘટાડવાના પક્ષમાં છું
મસ્કે બિઝનેસ વિશે કહ્યું
ટેક અબજોપતિ એલોન મસ્કે ટેક્સાસમાં તેમની સ્પેસએક્સ સ્ટારબેઝ સુવિધામાં અગ્રણી ભારતીય વ્યાપારી વ્યક્તિઓનાં પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે તેઓ માને છે કે ભારત-યુએસ સંબંધો "સકારાત્મક વલણ” માં છે અને તેઓ બંને દેશો વચ્ચે વેપાર વધારવાની તરફેણમાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy