સિંગાપોર તા.15
"મેં ખુદે એક ટોયલેટ પેપરની જેમ અનુભવ કર્યો, જયારે જરૂરિયાત પડી તો ઉપયોગ કરવામાં આવ્યો અને પછી સમજયા,વિચાર્યા વિના ફેંકી દીધો...આ માત્ર રાજીનામાની લાઈન નહોતી.બલકે એક કર્મચારીની ચુપચાપ તૂટીલે આશાઓનો અવાજ હતો.
સિંગાપોરની બિઝનેસ વુમન એન્જેલા યોહે જયારે પોતાના એક કર્મચારીનું રાજીનામું વાંચ્યુ તો તે સન્ન રહી ગઈ.તેમણે આ કથાને હાલમાં જ લિંકડઈન પર શેર કરી હતી અને ત્યારથી આ પોસ્ટ લાખો દિલો સુધી પહોંચી ચૂકી છે.
પણ આ પોસ્ટ એટલા માટે વાયરલ નહોતી થઈ કે રાજીનામું ટોયલેટ પેપર પર લખવામાં આવ્યું હતું. બલકે એટલા માટે કે તેમાં એક ઉંડી પીડા હતી જે દરેક માણસે અનુભવી ખુદને માણસ કરતાં ‘કામનું મશીન’ સમજયુ છે.
કર્મચારીએ લખ્યુ-મેં રાજીનામાં માટે ટોયલેટ પેપર એટલા માટે પસંદ કર્યું કારણ કે આ કંપનીએ મારી સાથે આવો જ વહેવાર કર્યો છે. જોકે એન્જેલાએ એ સ્પષ્ટ નથી કર્યું કે આ અસલી રાજીનામું છે કે પ્રતિકાત્મક તસ્વીર છે.
એન્જેલાએ પોતાની પોસ્ટમાં આપના કર્મચારીઓની એટલી પ્રસંસા કરો કે જયારે તે આપને છોડે તો પણ નારાજ થઈને નહી, શુક્રિયા કહીને જાય છે. તેણે માન્યું કે આ રાજીનામું તેને અંદર સુધી ખળભળાવી ગયુ અને તેણે ખુદને એક સવાલ કર્યો શું મારી કંપની ખરેખર એક માણસને માત્ર તેના કામના આધારે આંકે છે.
એન્જેલાએ લખ્યું-પ્રસંશાનાં નાના નાના પગલા, મોટા પરિવર્તન લાવી શકે છે. શરૂઆત આજથી થશે. આ પોસ્ટને લઈને લીંકડ ઈન પર હજારો પ્રતિક્રિયાઓ આવી છે.કોઈએ તેને બોલ્ડ સ્ટેપ કહ્યું તો કોઈએ લખ્યુ આપણે સૌએ કયાંકને કયાંક આવુ અનુભવ્યુ છે. બસ કહેવાની હિંમત નથી થઈ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy