આઠ-આઠ વર્ષ થયા છતા સોમનાથ-ભાવનગર હાઈવેનું કામ ગોકળની ગાયગતી: વાહન ચાલકો પરેશાન

Local | Veraval | 22 May, 2024 | 10:58 AM
પેટાકોન્ટ્રાકટર દ્વારા ખૂબ જ હલકી કક્ષાનું કામ થઈ રહ્યાની ફરીયાદો
સાંજ સમાચાર

કોડીનાર,તા.22
છેલ્લા આઠ-આઠ વર્ષથી સોમનાથ -ભાવનગર નેશનલ હાઇવે નું કામ ગોકળગાય ની ગતિ એ ચાલી રહ્યું છે.કોડીનાર થી સોમનાથ અને કોડીનાર થી ઉના બંને 40- 40 કિલોમીટરનું અંતર થાય છે અને આ બંને જગ્યાએ રોડ બનાવવાનું કામ હજુ સુધી પૂરું નહીં થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

આ રોડ બનાવવા ના મૂળ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટ માં આપેલા આ કામ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા  કામ અત્યંત હલકી કક્ષાના સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યા છે ઘણી જગ્યાએ રોડનું ઉદઘાટન થાય તે પહેલા જ મોટી મોટી તિરાડો પડી ગઈ છે હાલ અન્ય ત્રીજા પેટા કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ઝડપી પૂરું કરવાના પ્રયત્નો હાથ ધરાયા છે અને તેમના દ્વારા પણ કોઈ જ નીતિ નિયમનું પાલન નહીં કરવામાં આવતા આડેધડ કરાતા નેશનલ હાઈવે ના કામને લઈને વારંવાર અકસ્માતો ની ઘટના બની રહી છે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરે રોડ બનતા બાજુમાંથી કાઢવામાં આવતા ડ્રાઇવરજનના કોઈ જ નીતિનિયમનું પાલન કરાયું નથી પરિણામે હાઇવે ઉપર વાહન ચાલકો ગતિમાં આવતા હોય અચાનક ડ્રાઈવરજન નજરે પડે છે અને અકસ્માતની ઘટના બને છે.

ખરેખર તો ડ્રાઇવરજન આવે તે પહેલા 500 મીટર અને 200 મીટર એ સ્પીડ લિમિટ ના અને ડ્રાઇવરજનના દિશા સૂચક બોર્ડ મૂકવાના થાય છે જે કોડીનાર થી ઉના કે કોડીનાર થી સોમનાથના હાઇવે ઉપર ક્યાંય મૂકવામાં આવ્યા નથી ડ્રાઇવરજન પણ કાચા રોડના બનાવવામાં આવ્યા છે જે ખરેખર તો ડામર રોડ થી બનાવવામાં આવે છે જુના કોન્ટ્રાક્ટરે બનાવેલા સિમેન્ટ રોડમાં બબ્બેથી ત્રણ ત્રણ ઇંચની મોટી તિરાડો પડતા આ રોડ તોડીને ફરીથી નવો બનાવવાનો થાય છે.

જે કામ ઉના થી રાજુલા ના હાઇવે ઉપર સિમેન્ટ રોડ માં કરવામાં આવ્યું છે પરંતુ કોડીનાર ઉના રોડ ઉપર પડેલા તિરાડોને સિમેન્ટનો ધોળ નાખીને પૂરી દેવાના હિંન પ્રયાસો થઈ રહ્યા છે જે બિલકુલ વ્યાજબી નથી રોડના કામ પૂરા થયા નથી ત્યાં કોડીનાર થી વેરાવળ જતા અને કોડીનાર થી ઉના જતા હાઇવે ઉપર ટોલ બુથ પણ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે અને ટૂંક સમયમાં જ તેના ઉઘરાણા પણ ચાલુ થઈ જશે ખરેખર તો નિયમ મુજબ 60 કિલોમીટરના અંતરે ટોલ બૂથ બનાવવાના થાય છે.

ત્યારે આ બંને તરફના ટોલ બુથ નીતિ નિયમ મુજબના છે કે કેમ તેનો ખુલાસો પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતો નથી પરિણામે ટૂંક સમયમાં જ આ ટોલ બુથ ચાલુ થઈ જશે અને વાહન ચાલકો પાસેથી ઉઘરાણા ચાલુ કરી દેવામાં આવશે પણ વાહન ચાલકોને મળતી સુવિધા નું પરિણામ શૂન્ય રહેશે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓને કંઈક માનવતા જેવું હોય તો આ દરેક બાબતો ઉપર પૂરતું ધ્યાન આપીને યોગ્ય કરે તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj