વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હોય તો પણ નમોલક્ષ્મી યોજનાનો લાભ મળશે

Gujarat | Ahmedabad | 15 May, 2024 | 10:13 AM
ધો.9થી12ની છાત્રાઓને રૂા.50 હજાર સુધીની સહાય મળવાપાત્ર : 80 ટકા સુધીની હાજરી જરૂરી
સાંજ સમાચાર

અમદાવાદ,તા.15

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધો.9થી ધો.12 સુધીની વિદ્યાર્થીનીઓને કુલ રૂા.50000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી.

તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યુ છે કે, રાજય સરકાર કે તેની અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય અપાશે. જે મુજબ, ધો.9 અને ધો.10માં ભણતી વિદ્યાર્થીનીઓને રૂા.20000 અને ધો.11 અને ધો.12ની વિદ્યાર્થીનીઓને રૂા.30000 અપાશે.

જો કે, સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે. જે મુજબ પરિવારની કુલ વાર્ષિક આવક રૂા.6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો વિદ્યાર્થીનીને સરકારની કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ, આવી વિદ્યાર્થીનીઓને ધો.9 અને 10 મળીને કુલ રૂા.20000 ચુકવાશે. જેમાં ધો.9 અને ધો.10ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક રૂા.500 પ્રમાણે 5000 રૂપિયા મુજબ બંને વર્ષના કુલ રૂા.10000 અપાશે. જયારે બાકીના રૂા.10000 ધો.10ની પરીક્ષા પાસ કર્યા બાદ ચુકવાશે. એવી જ રીતે ધો.11 અને ધો.12 મળીને કુલ 30000 અપાશે.

એમાં પણ ધો.11 અને ધો.12ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂા.750 લેખે કુલ વાર્ષિક રૂા.7500 પ્રમાણે બંને વર્ષમાં રૂા.15000 ચૂકવાશે. જયારે બાકીના રૂા.15000 ધો.12ની પરીક્ષા પાસ કર્યા બાદ જ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનીઓની હાજરી 80 ટકાથી વધુ હોવી આવશ્યક છે.

નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે
યોજનાના અમલીકરણની જવાબદારી શાળા નિયામકને સોંપાઈ છે. આ સહાય યોજનાના સંચાલન માટે "નમો લક્ષ્મી’ પોર્ટલ બનાવાશે. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓની માતાના બેંક ખાતામાં સીધા જમા કરાવાશે.

શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ વિદ્યાર્થીનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેઠળ ચાઈલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ પોર્ટલમાં કરવી પડશે. જેની ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj