બુલેટ ટ્રેન માટે મુંબઈનાં દરિયા નીચે 394 મીટરનું ખોદકામ

India, Gujarat | Surat | 06 June, 2024 | 11:52 AM
♦ દેશની પહેલી અંડર વોટર ટનલનું કામ પ્રગતિમાં : અમદાવાદ - મુંબઈને જોડતી 3.3 કિ.મી.ની ટનલ બનવાની છે
સાંજ સમાચાર

સુરત,તા.6
અમદાવાદ મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં દેશની પહેલી અન્ડર વોટર ટનલ મુંબઈ પાસે દરીયા નીચે તૈયાર કરાઈ રહી છે.21 કિલોમીટર લાંબી ટનલ બીકેસી અને શીલફાટા વચ્ચે બનાવાઈ રહી છે. 26 મીટર ઉંડી ઢાળ ધરાવતી આ ટનલ સૌથી અત્યાધુનિક ઓસ્ટ્રિયન ટનલીંગ પદ્ધતિથી તૈયાર કરાઈ રહી છે.

દેશની આ પહેલી અન્ડર વોટર ટનલ બનાવાઈ રહી છે. જમીનથી બુલેટ ટ્રેનને દરીયામાં નીચે લઈ જવા માટે 26 મીટર ઉંડો ઢાળ આવશે આ 36 મીટર ઉંડી ઢાળ ધરાવતી ઓસ્ટ્રીયન ટનલીંગ પદ્ધતિ મારફતે બોગદાનું ખોદકામ થઈ રહ્યું છે.

ખોદકામનું કામ 6 ડીસેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં 394 મીટરની સંપૂર્ણ લંબાઈ છે. મહિનામાં ટુંકા ગાળામાં ખોદકામ કરવામાં આવ્યુ છે. નિષ્ણાંતોની દેખરેખ હેઠળ 27,513 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને કુલ 214 નિયંત્રીત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. સલામત ખોદકામ સુનિશ્ર્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરનાં ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટનલ માટે 11 મીટર બાય 0.4 મીટર બાંધકામ અને તેની કામગીરી દરમ્યાન મુખ્ય બોગદામાં સીધા વાહનોને પ્રવેશ અપાશે અને કટોકટીની પરિસ્થિતિમાં સ્થળાંતર પ્રક્રિયામાં હેતુ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. તેવુ કહેતા બુલેટ ટ્રેન પ્રોજેકટનાં પ્રવકતા કહે છે કે બોગદા અને નજીકનાં વિસ્તારમાં તમામ બાંધકામોનાં સલામત ખોદકામની ખાતરી કરવા માટે સંખ્યાબંધ દેખરેખનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

મહારાષ્ટ્ર રાજયનાં મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી શિલફાટા સુધી અંદાજે 21 કિલોમીટર લાંબી ટનલ અને તેને સંબંધીત બાંધકામની પ્રવૃતિ ઝડપથી આગળ વધી રહી છે. આ બોગદાનો અંદાજે 7 કિલોમીટર વિસ્તાર ઘણો કીક (આંતર રાજય ક્ષેત્ર)ખાતે દરીયાની નીચે હશે.દેશમાં બનનારી આ પ્રકારની આ પહેલી ટનલ છે. બાંદ્રા કુર્લા કોમ્પલેકસ (બીકેસી) વિહોલી અને સાવલીમાં નિર્માણધીન ત્રણ શીફટ (ટનલ બોરીંગ મશીન)મારફતે 16 કિલોમીટર લાંબી ટનલનાં નિર્માણની કાર્યવાહી ઝડપભેર ચાલી રહી છે.

આ પ્રકારની ટનલ હશે
આ 21 કિલોમીટર લાબુ બોગદુ એક જ ટયુબ બોગદુ હશે જેમાં અપ એન્ડ ડાઉન એબ કે ટ્રેક સમાવવામાં આવશે. આ બોગદાનાં કટર હેડસવાળા ટનલ બોરીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે મેટ્રો પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા શહેરી બોગદા માટે 6-6 મીટર વ્યાસનાં કટ્ટર કેડસનો ઉપયોગ થાય છે. કારણ કે આ બોગદામાં માત્ર એકજ ટે્રકનો ઉપયોગ થાય છે. આ ટનલથી લગભગ અડધા વ્યાસની માની શકાય પરંતુ આ તેનાથી લગભગ ડબલ વ્યાસનો ટનલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj