ધંધાર્થીઓ નિયમ પાલન માટે તૈયાર છે પણ પ્રક્રિયા સરળ કરવી જરૂરી : બે હજાર આસામીઓની માંગણી : કાર્યવાહીમાં ગેરવર્તનની પણ કમિશ્નરને ફરિયાદ

RAJKOT : ફાયર સેફટી સીલીંગમાં અતિરેક : મનપામાં વેપારીઓના ધાડા ઉમટયા

Gujarat, Saurashtra | Rajkot | 11 June, 2024 | 03:40 PM
ફાયર એનઓસી અને બીયુ પરમીશનના વાંકે મારવામાં આવેલા સીલ તાત્કાલીક ખોલવા અને પ્રક્રિયા સરળ કરવા કમિશ્નરને આવેદનપત્ર : શાળા, હોસ્પિટલ, હોટલ, કલાસીસ સંચાલકો પણ જોડાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 11
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ પૂરા શહેરમાં ફાયર એનઓસી તથા બીયુ પરમીશનના વાંકે જુદા જુદા વેપાર ધંધાના સંકુલો સીલ કરી દેવાની ઝુંબેશ મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવતા હજારોની સંખ્યામાં વેપાર ઉદ્યોગકારો, શાળા, હોસ્પિટલ, હોટલ, કલાસીસના સંચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. બે દિવસ બાદ સ્કુલ પણ શરૂ થવાની છે ત્યારે આજે જુદા જુદા સંગઠનોએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી છે. આ રજુઆતમાં 2000 જેટલા વેપારી, શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને તાત્કાલીક સીલ ખોલી સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવા માંગણી કરી હતી. 

ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવની આગેવાનીમાં રજુઆત કરવામાં આવી છે કે, ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાયદાકીય કાર્યવાહીમાં તંત્રેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંપુર્ણ સહયોગ આપે છે.

પરંતુ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ ફાયર એનઓસી તથા બીયુ પરમીશન કારણે સીલ મારી દેવામાં આવી રહયા છે અને વેપાર-ઉદ્યોગકારોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જેના અનુસંધાને ચેમ્બર ઓફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીએશનો, વેપાર-ઉદ્યોગકારો, શાળા સંચાલકો, બેન્કો, હોસ્પિટલો, હોટલો, કલાસીસના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા. 

વેપારીઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે, જે સ્થળે સીલ મારવામાં આવ્યા છે તે તાત્કાલીક ખોલી આપવા તેમજ ફાયર સેફટી ઈન્સ્ટોલેશન અંગે તથા નિયમોમાં ઘણી વિસંગતતાઓ રહેલ છે તેના માટે પુરતો સમય આપી પ્રક્રિયાને વધુ સરળ કરવા ભારપૂર્વક રજૂઆત છે. 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદ મંત્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા તેમજ અલગ અલગ સંસ્થાઓના આગેવાનો જેવા કે ડો. પરસોતમભાઈ પીપળીયા,  ડી.વી. મહેતા,  ડો. લાલચંદા વગેરે  કમિશ્નરને વિવિધ પ્રશ્નોની ભારપૂર્વક રજુઆત કરતા મ્યુનિસિપલ કમિશ્નરે રજુઆત કરતા જણાવેલ કે રાજય સરકાર તમામ મહાનગ2પાલિકાઓ સાથે ચર્ચા-વિમર્સ કરીને બે દિવસમાં એ.સો.પી. જાહેર થઈ જશે. તેમજ શાળા સંચાલકોને ગુરૂવા2 સુધીમાં શાળા ખોલવા ખાત્રી આપેલ છે. 

આ રજુઆતમાં ચેકિંગ દરમ્યાન કનડગત બાબતે ભારપૂર્વક રજુઆત કરતા કમિશ્નર દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે કે કોઈપણ જાતનું ગેરવર્તન કરવામાં નહી આવે તે બાબત ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથોસાથ તમામ વેપાર-ઉદ્યોગકારોએ ફાયર એનઓસી તેમજ તેને સંલગ્ન તમામ નિયમોનું પાલન કરવાની ખાત્રી આપેલ છે. આ રજુઆત માત્ર પક્રિયા સરળીકરણ માટેની છે નહી કે કોઈ નિયમોમાં બાંધછોડ કરવા માટેની તેમ અંતમાં ચેમ્બરે જણાવ્યું હતું. 

મનપામાં આજે વેપાર, સ્કુલ, હોસ્પિટલ, હોટલ, બેંક, કલાસીસ સહિતના સંચાલકો ઉમટી પડયા હતા. ફાયર અને બીયુ કાર્યવાહી સરળ કરવા અને સીલ ખોલવા દેવાની માંગણી સાથે મ્યુનિ. કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું જે સમયે  કચેરી ભરચકક થઇ ગઇ હતી તે જોવા મળે છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj