♣નીચે પાર્લર અને ઉપર બેડ ગોઠવી બાટલા પણ ચડાવાતા’તા: એસઓજીના કિશોર ઘૂઘલ અને અમિત ટૂંડિયાની બાતમીના આધારે દરોડો
રાજકોટ. તા.19
આરટીઓ કચેરી પાછળ બ્યુટી પાર્લરની આડમાં કલીનીક ચલાવતો બોગસ તબીબ હરેશ મારૂને એસઓજીની ટીમે દબોચી લઈ મેડિકલ દવાઓ સહિત રૂ.17115 નો મુદામાલ કબ્જે કર્યો હતો. મૂળ આંકોલવાડી ગીરનો વતની બોગસ તબીબ છેલ્લા 10 વર્ષથી બિહારની ડિગ્રી પર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.
દરોડાની વિગત મુજબ, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં એએસઆઈ ફીરોઝ શેખ, કોન્સ્ટેબલ રવિરાજભાઈ, અમિતકુમાર ટુંડીયા અને કીશોરભાઈ ઘુઘલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નેશનલ હાઇવે નજીક આર.ટી.ઓ. કચેરી પાછળ શ્રી રામ સોસાયટીમાં હરેશ મારૂ નામનો શખ્સ ઘરે જ કલીનિક ધરાવી લોકોને જોઈ તપાસી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે આરએમસી હેલ્થ ઓફિસરને સાથે રાખી બાતમીવાળી જગ્યા આરટીઓ કચેરીના પાછળના ભાગે આવેલ શ્રી રામ સોસાયટીમાં આવેલ મકાનમાં દરોડો પાડી બોગસ તબીબ પ્રેકટીસ કરતા શખ્સને અટકમાં લઈ નામ પુછતા પોતાનુ નામ હરેશ સવજી મારુ (ઉ.વ 58, મૂળ વતન આકોલવાડી ગીર,તળાલા) હોવાનુ જણાવેલ હતું.
એસઓજીની ટીમે મકાન-કિલનિકમાં જોતા તે દવાખાનામાં પ્રવેશતા અંદરના ભાગે એક ખુરશી ટેબલ તથા એક સારવાર માટેના બેડ પડેલ હતાં અને બેડના ખાનામાં તેમજ ત્યા મેડીકલ સારવારના સાધનો તથા અન્ય જુદી જુદી એલોપેથીક દવાઓ વિગેરે ગોઠવેલ હતી.
બોગસ તબીબ પાસે મેડીકલ પ્રેકટીશ કરવા અંગે ડીગ્રી સર્ટીફીકેટ માંગતા તેની પાસે માન્ય ડીગ્રી સર્ટિફિકેટ મળી આવેલ નહીં. જેથી એસઓજીની ટીમે અલગ અલગ મેડિકલ દવાઓ સહિત રૂ.17115 નો મુદામાલ કબ્જે કરી બોગસ તબીબની ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર, પકડાયેલ હરેશ મારૂ છેલ્લા દસ વર્ષથી પોતાના ઘરે જ બ્યુટી પાર્લરની આડમાં દવાખાનું ચલાવતો હતો અને તેની પાસેથી બિહારના પટનાની આયુર્વેદિક યુની.ની ડીગ્રી મળી આવી હતી.
તેમજ મકાન પર કોઈપણ જાતનું બોર્ડ મારેલ ન હતું અને તે નીચેના માળે ક્લિનિક અને ઉપરના માળે બાટલા ચડાવી સારવાર પણ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy