જાણીતી વેબસીરીઝ ‘ફેમિલીમેન-3’ ના અભિનેતા રોહિત બાસફોટનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજયુ છે. પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. આસામનો રહેવાસી અને મુંબઈથી પોતાના ગૃહનગરમાં રોહિત પાછો ફર્યો હતો.
રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે તે પોતાના મિત્રો સાથે જંગલમાં પિકનીક ઉજવવા ગયો હતો. બપોર બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. થોડીવાર બાદ રોહિતના એક દોસ્તે રોહિતના પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે રોહિતનું એકસીડેન્ટ થઈ ગયું છે તેને હોસ્પિટલે લઈ જતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ખબરથી પરિવાર પર જાણે. આભ તૂટી પડયું હતું.
રોહિતના મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઈજાના ઘાનો જોવા મળતા પરિવારને શંકા છે કે રોહિતની હત્યા થઈ છે. પરિવારે જણાવ્યું હતું કે હાલમાં રોહિતનો પાર્કીંગ મુદે કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. જેમાં ત્રણ લોકોએ તેને મારી નાખવાની ધમકી આપી હતી અને આ લોકોએ કથિત રીતે ટુર માટે બોલાવ્યો હતો. ચારેય શખ્સો ઘટના પછી ફરાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy