દિલ્હી, તા.30
વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સિદ્ધિ પાછળ તેની ફેમિલીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સોમવારે ગુજરાત ટાઈટન્સ સામેની જીત બાદ રાજસ્થાન રોયલ્સે શેર કરેલા એક વીડિયોમાં વૈભવ કહે છે, હું આજે જે કાંઈ છું એ મારાં મમ્મી-પપ્પાને લીધે છું. મારા પ્રેક્ટિસ-શેડ્યુલ માટે મારી મમ્મી રાત્રે 11 વાગ્યે સૂઈ ગયા પછી રાત્રે બે વાગ્યે ઊઠતી હતી, માંડ ત્રણ કલાક સૂવા મળતું હતું.
► https://twitter.com/i/status/1917063692912627818
એ પછી તે મારા માટે ભોજન બનાવતી હતી. મારા પપ્પાએ મને ટેકો આપવા નોકરી છોડી દીધી હતી. મારો મોટોભાઈ પોતાનું કામ સંભાળી રહ્યો છે અને ઘર માંડ-માંડ જ ચાલી રહ્યું છે છતાં પપ્પા મને સપોર્ટ આપી રહ્યા છે.
ભગવાન ખાતરી કરે છે કે જે લોકો સખત મહેનત કરે છે તેઓ ક્યારેય નિષ્ફળ ન જાય. આપણે જે પરિણામો જોઈ રહ્યા છીએ અને જે સફળતા મેળવી રહ્યા છીએ એ મારા મમ્મી-પપ્પાને લીધે છે.
વૈભવની ઈનિંગ્સ બાદ ઘરમાં તહેવાર જેવો માહોલ : પિતા સંજીવે કહ્યું, ‘દિવાળી 6 મહિના વહેલી આવી’
વૈભવ સુર્યવંશીએ 14 વર્ષની ઉંમરે દુનિયાભરમાં તેના મમ્મી-પપ્પાનું નામ કરી દીધું છે. બિહારના સમસ્તીપુરના રહેવાસી સંજીવ અને આરતી સૂર્યવંશી પર દીકરાની સિદ્ધિ માટે સોમવારની રાતથી બેક-ટુ-બેક શુભેચ્છાના કોલ આવી રહ્યા છે.
દીકરાની તાબડતોડ ઈનિંગ્સના કારણે તેમના ઘરમાં હાલમાં એક તહેવાર જેવો માહોલ છે. તેના પપ્પાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે, ‘દિવાલી છહ મહિને જલદી આ ગઈ.’
બિહાર ક્રિકેટ અસોસિએશન દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં સંજીવ સૂર્યવંશીએ કહ્યું, ‘તેણે અમારા ગામ, બિહાર અને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે. અમે ખૂબ ખુશ છીએ અને ઉજવણી કરી રહ્યા છીએ, હું રાજસ્થાન રોયલ્સનો આભાર માનું છું જેમણે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં તેની રમત સુધારવા માટે સખત મહેનત કરી છે.
હું વૈભવની રમતમાં સુધારો કરવા બદલ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બાકીના સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું, તેણે પોતે પણ પોતાની રમત પર ખૂબ મહેનત કરી છે અને આ સેન્ચુરી એનું પરિણામ છે.’
અહેવાલ અનુસાર મેગા ઑક્શન બાદ તેના પપ્પાએ ખુલાસો કર્યો હતો કે, ‘વૈભવનું ક્રિકેટ રમવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેણે પોતાના પૂર્વજોની જમીન વેચવી પડી હતી. તેમની હજી પણ આર્થિક તંગી સંપૂર્ણપણે ઓછી થઈ નથી.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy