નવી દિલ્હી : નેસ્લે અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવી કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીઓ બ્લિંકિટ અને સ્વિગીના ઇન્સ્ટામાર્ટ જેવાં ઝડપી ઈ કોમર્સ પ્લેટફોર્મમાં વધારો થવાને કારણે ઝડપી સપ્લાય ચેઇન આવશ્યકતાઓ મુજબ ફેરફાર કરી રહી છે.
પેકેજ્ડ ફૂડ્સ કંપનીનાં અધ્યક્ષ સુરેશ નારાયણને તેનાં રોકાણકારોને આ મહિને કહ્યું હતું કે બ્લિંકિટે નેસ્લે ઇન્ડિયાને પૂછ્યું કે "જો તે આઠ મિનિટમાં ડિલિવરી કરી શકે, તો નેસ્લેને પ્રોડક્ટ તૈયાર કરતાં બે દિવસ કેમ જોઈએ”
નારાયણે કહ્યું હતું કે "બ્લિન્કીટે એક સવાલ પૂછે છે કે હું આઠ મિનિટમાં પહોંચાડું છું, તમારે બે દિવસ કેમ જોઈએ ? સારો પ્રશ્ન છે તેથી, નેસ્લે પણ તેનાં પર કામ કરશે અને જરૂરી સિસ્ટમો મૂકશે અને ઓછામાં ઓછાં એક દિવસમાં માલ તૈયાર કરશે.
મેગી નૂડલ્સ અને નેસ્કાફે કોફીના નિર્માતાએ જણાવ્યું હતું કે ઇ-કોમર્સ હવે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનાં ઘરેલુ વેચાણમાં 9.1 ટકા ફાળો આપ્યો છે, જે પાછલાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.3 ટકા હતો.
ઝોમેટોની માલિકીની બ્લિંકિટ, સ્વિગીની ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો અને બીબી હવે 10 મિનિટ અથવા તેથી પણ ઓછા સમયમાં ગ્રાહકના દરવાજા પર કરિયાણાની અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડે છે. તેથી આ કંપનીઓનું વેચાણ બમણું થયું છે.
સોલ્ટ-ટુ-સ્ટેપલ્સ મેકર ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ ડીસુઝાએ જણાવ્યું હતું કે ટીસીપીએલના કુલ ટર્નઓવરમાં ઇ-કોમર્સનું હવે 15 ટકા ફાળો આપી રહ્યું છે જેમાં પણ ઝડપી ઈ કોમર્સ 7.5 ટકા જેટલો ફાળો આપે છે.
અધિકારીઓએ ઉમેર્યું કે અસ્થિર ભૌગોલિક રાજકીય દૃશ્ય પણ કંપનીઓને ટૂંક સમયમાં માલ તૈયાર કરવા માટે દબાણ કરી રહ્યું છે. ડાબરના ચીફ એક્ઝિક્યુટિવ મોહિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "વિકસતી ગતિશીલતાને અનુરૂપ આગામી ત્રણ વર્ષ માટે અમારી વ્યૂહરચનાને સુધારવા અને ગોઠવવા માટે મેક્નિસે એન્ડ કો સાથે અમે ભાગીદારી કરી છે.”
બીજો પરિબળ હવામાન પણ અસર કરે છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત અન્ય વર્ષો કરતાં વહેલી રહી છે, ઉનાળામાં વધુ વેચાણ કરતી કંપનીઓને જેમ કે ઠંડા પીણાં કે આઈસ્ક્રીમ તેના ઉત્પાદનને ઝડપથી વધારવા માટે દબાણ કરે છે.
દક્ષિણ એશિયામાં પેપ્સિકોના સૌથી મોટા બોટલિંગ ભાગીદાર આરજે કોર્પના અધ્યક્ષ રવિ જયપુરિયાએ જણાવ્યું હતું કે, પેપ્સી બિઝનેસ મોડેલ દરેક સમય માટે અનુકૂળ હોય છે.
કેટલીકવાર ઉનાળાનાં પ્રારંભમાં, મોડાં ચોમાસામાં અને ટૂંકો શિયાળો હોય તો ઠંડા પીણાં વધુ વેચાતાં હોય છે તેથી અમે પણ ક્ષમતામાં વધારો કર્યો છે અને ઉત્પાદન વધાર્યુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy