વઢવાણનાં નટવરગઢમાં સરપંચ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો : યુવકની હત્યા

Local | Surendaranagar | 13 December, 2024 | 01:30 PM
સરપંચ દ્વારા 16 વર્ષનાં કિશોરને ઠપકો આપતા લાગી આવ્યુ અને છરી વડે હુમલો કરી દીધો : સરપંચની હાલત ગંભીર : ઘવાયેલા યુવકનું મોત
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 13
સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા એટલી હદે ધજાગરા બોલાવી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા હોય કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવી શકતી હોય તેવા એક પણ બનાવ સામે આવ્યા નથી અને દિનપ્રતિદિન સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા તાલુકા મથકઓએ ક્રાઇમ વધતું જઈ રહ્યું છે રોજબરોજ ફાયરિંગની ઘટનાઓ તેમજ મર્ડર કેસ લૂંટફાટ જેવા અને ગુનાઓ સામે આવી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ધમાસો જોઈ રહી હોય તેવો ઘાટ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સર્જાવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નટવરગઢ ગામ ખાતે સરપંચના પુત્રની સામાન્ય બાબતે બોલાચાલી બાદ માથું લાગવાના કારણે નિર્મમ હત્યા કરવામાં આવી છે. 

સરપંચ ઉપર પણ ખૂની હુમલો કરવામાં આવ્યો છે તે પણ હાલમાં સારવારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે નાના એવા ગામમાં જ્યારે સરપંચ સલામત ના હોય ત્યારે પોલીસ તંત્ર પાસે લોકો કેવી અને કેવા પ્રકારની આશા રાખી શકે તે વિચારવાનું રહ્યું છે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં એટલી બધી અદે કાયદો વ્યવસ્થા કરી રહી છે કે બુટલેગરો બેફામ બન્યા છે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ગેર પ્રવૃતિઓ દિન પ્રતિદિન વધી રહી છે અને રોજબરોજ ફાયરિંગની ઘટનાઓ પણ સામે આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક માસમાં જોવા જઈએ તો 10 કરતાં વધુ આવા બનાવો સામે આવ્યા છે.

છતાં પોલીસ તંત્ર કેમ ચૂપ છે તે પણ એક જનતામાં સવાલ ચર્ચા રહ્યો છે અને જનતાની સલામતી સામે પણ મોટો પડકાર પોલીસ તંત્ર સામે ઉભો થયો છે ત્યારે હાલમાં તો 16 વર્ષના પુત્રની હત્યા થઈ છે અને સરપંચ પોતે પણ ગંભીર હાલતમાં છે ત્યારે નાના એવા નટવરગઢ ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે અને હત્યા કરનાર સામે ફિટકારની લાગણી પણ વરસી રહી છે.

હાલમાં તો મર્ડર ની ઘટના બનતા પોલીસ તંત્ર દોડી ગયું છે. પરંતુ આવી ઘટના બને છે તે પહેલા સજાગતાની જરૂર છે તેવું પોલીસ માનતી નથી કે સમજતી નથી તેના પાછળનું કારણ શું સુરેન્દ્રનગર જિલ્લામાં આવે ક્રાઈમ હોય તેવું જરા પણ જોવા મળતું નથી અને લોકોની સલામતી નો મોટામાં મોટો પ્રશ્ર્ન હાલમાં ઉદભવી રહ્યો છે ત્યારે કડક અધિકારી અને મોટી બ્રાન્ચોમાં પણ કડક પીઆઇ અને પીએસઆઇની જરૂર હોવાનું હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હાલમાં પોલીસે આરોપીને ઝડપી પાડવા તેમજ આગળની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. 

હાલમાં સરપંચ સારવારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પુત્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢમાં 16 વર્ષના કિશોરે હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા સભ્ય સમાજ પણ ચોંકી ઉઠ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બાળકે સુરેન્દ્રનગરના નટવરગઢ ગામે 21 વર્ષીય યુવકની હત્યા કરી નાખી હતી.16 વર્ષના કિશોરને કોઈ કારણોસર આપ્યો હતો ઠપકોનટવરગઢ ગામના સરપંચે 16 વર્ષના કિશોરને કોઈ કારણોસર ઠપકો આપ્યો હતો.

આ ઠપકા બાદ બાળકને માઠું લાગ્યું હતું.કિશોરના માથા પર શું ભૂત સવાર થઈ ગયું કે તેણે સરપંચ અને તેમના 21 વર્ષના પુત્ર પર છરીના ઉપરાઉપરી ઘા માર્યા હતા. સરપંચ અને તેના પુત્ર પર ઘાતકી હુમલો કર્યો હતો.આ ઘટનામાં સરપંચના 21 વર્ષના પુત્રનું મોત થયુ છે, તો સરપંચની હાલત ગંભીર થતા તેમને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.

પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં સમગ્ર કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. તો બીજી તરફ 16 વર્ષના કિશોરે હત્યા કરવાની ઘટનાની સમગ્ર નટવરગઢમાં ટોકઓફ ધ ટાઉન બની હતી. ત્યારે નવાઈની વાત તો એ છે કે માત્ર 16 વર્ષના બાળકે જ સરપંચ અને તેના પુત્ર ઉપર છરી વડે હુમલો કરી અને 21 વર્ષના પુત્રનું મોતનીપજાવ્યું અને સરપંચને પણ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ખસેડવાની ફરજ પડી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કેટલી હતી સારી અને સુંદર છે તેનો આ દાખલો અને વાસ્તવિકતા અને પુરાવો જોવા મળ્યો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj