નવી દિલ્હી,તા.6
તમે આશમાન સે ગીરે ખજુર પે અટકે સાંભળ્યું જ હશે, પરંતુ એમેઝોનમાં 5 લોકો આકાશમાંથી પડીને મગરમચ્છોમાં ફસાય ગયાં હતાં. તેઓ એક નાનાં વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે એન્જિન ફેઈલ ગયું હતું અને વિમાન ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન કાદવમાં ફસાઈ ગયું હતું. તે કાદવમાં મગરો હતાં. આ તમામ 36 કલાક સુધી એમેઝોનના ખતરનાક માર્શી એરિયામાં પ્લેનની ઉપર ફસાયેલાં રહ્યાં હતાં.
આ વિમાન 48 કલાક પછી બોલિવિયાના એમેઝોન ક્ષેત્રમાં માછીમારોને મળી આવ્યું હતું. પાયલટ આંદ્રેસ વેલાર્ડે જણાવ્યું કે, તેમને અને તેમના સાથી યાત્રીઓને મગરોનો સામનો કરવો પડ્યો, પરંતુ વિમાનમાંથી લીક થઈ રહેલું પેટ્રોલ તેમને દૂર રાખવામાં મદદગાર સાબિત થયું.
આ ઉપરાંત પાણીનો અભાવ હોવા છતાં તેઓ સ્થાનિક કસાવા ખાઈને સમય પસાર કરતાં હતાં. આખરે હેલિકોપ્ટર દ્વારા તમામને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy