પ્રચંડ ગરમી વચ્ચે દેશમાં ઠેરઠેર આગ હી આગ.......

નોઈડામાં બિલ્ડીંગમાં એસીમાં વિસ્ફોટ થતા ભીષણ આગ લાગી: અનેક ફલેટ ઝપટમાં

India | 30 May, 2024 | 04:19 PM
આગને પગલે સોસાયટીના લોકો જીવ બચાવવા ફલેટમાંથી બહાર આવ્યા
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.30
નોઈડામાં એક બિલ્ડિંગમાં  એસી બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેના કારણે ઘણા ફ્લેટ આગની ઝપેટમાં આવી ગયા છે. આ મામલો નોઈડાના સેક્ટર 100 ખાતે આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટીનો છે. એસીમાં બ્લાસ્ટ થતાં ફ્લેટમાં ભયાનક આગ લાગી હતી, જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી.

આસપાસના ફ્લેટ્સમાં રહેતા લોકો પોત-પોતાના ફ્લેટમાંથી બહાર નીકળીને સોસાયટીના ગ્રાઉન્ડમાં આવી ગયા. ઘણા ફ્લેટ આગની ઝપેટમાં આવ્યા હોવાની સંભાવના છે. લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને આગની જાણ કરી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 
એસીમાં બ્લાસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે કે જેમ કે સારી રીતે એસીની સફાઈ ન કરવી, લો ક્વોલિટીવાળા કેબલ અને પ્લગનો ઉપયોગ કરવો, વોલ્ટેજમાં ઉતાર-ચઢાવવ, ખોટા ગેસનો ઉપયોગ કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj