પાટડીના નવરંગપુરા વોટરપાર્કમાં મારામારી

Local | Surendaranagar | 15 May, 2024 | 12:55 PM
પગમાં ઈજા થવાથી વૃદ્ધને સારવાર માટે વિરમગામ હોસ્પિટલ લઈ જવાયા
સાંજ સમાચાર

    (ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.15
પાટડીના નવરંગપુરા ગામે રહેતા ખેડૂત નવરંગપુરાના છમછમ વોટરપાર્કમાં બરફ ગોલાની લારી ચલાવે છે. તા. 12ના રોજ વોટરપાર્કની વેવ રાઈડસ પાસે અમુક યુવાનો અપશબ્દો બોલતા હતા.આથી ખેડૂતે જઈ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પાટડીના નવરંગપુરા ગામે આવેલ રામજી મંદીર પાસે 60 વર્ષીય ભઈલાલભાઈ પરસોત્તમભાઈ પટેલ રહે છે. તેઓ નવરંગપુરાની સીમમાં આવેલ છમછમ વોટર પાર્કમાં બરફ ગોલાની લારી રાખી ધંધો કરે છે. તા. 12ના રોજ સવારના સમયે વોટર પાર્કમાં આવેલ વેવ (દરીયાના મોજા)ની રાઈડસ પાસે અમુક યુવાનો અપશબ્દો બોલતા હતા.

આથી ભઈલાલભાઈ તેઓને અહીં મહિલાઓ હોઈ અપશબ્દો બોલવાની ના પાડવા ગયા હતા. ત્યારે પાટડીનો અશોક દશરથભાઈ ઠાકોર અને વિરમગામના ધાકડી ગામનો રવી પોપટલાલ ઠાકોર અને અન્ય ર અજાણ્યા શખ્સો સહિત ચાર શખ્સોએ ભઈલાલભાઈને અપશબ્દો કહી લોખંડના પાઈપ વડે પગમાં માર મારી ઈજા પહોંચાડી હતી.

જયારે તેમની સાથે રહેલા રોનકભાઈ ભાઈલાલભાઈ અને વિનોદભાઈ પરસોત્તમભાઈ સાથે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ભઈલાલભાઈ પટેલને પગમાં ફેકચર જેવી ઈજા થતા સારવાર માટે વિરમગામની શીવ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની પાટડી પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જી.બી.દેવથળા ચલાવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj