શેરબજારમાં ફયુચર ટ્રેડીંગ રીટેલ રોકાણકારો માટે જોખમી, દુર રહેવા નાણામંત્રીની સલાહ

India, Business | 15 May, 2024 | 11:17 AM
બેલગામ તેજી અને ઉથલપાથલ રોકાણકારોની મૂડી સાફ કરી શકે છે.
સાંજ સમાચાર

મુંબઈ,તા.15
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રીટેલ (છુટક) રોકાણકારોને જોખમ ભરેલા ફયુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ) ટ્રેડીંગને લઈને ચેતવ્યા છે તેમણે ક્હયું હતું કે તેમાં બેલગામ તેજી ભવિષ્યમાં પરિવારોની જમા મુડીને લઈને મુશ્કેલી પેદા કરી શકે છે.

સીતારમણ મંગળવારે બોમ્બે સ્ટોક એકસચેંજ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રીએ ફયુચર એન્ડ ઓપ્શનમાં આવેલી બેલગામ તેજીને બનાવની સ્થિરતા અને પારીવારીક બચત માટે સંભવીત પડકાર બતાવ્યો હતો.

સીતારામને જણાવ્યું હતું કે. પારીવારીક બચતે એક જનરેશનલ શિફટ કર્યુ છે અમે તેની સુરક્ષા ઈચ્છીએ છીએ તેમને એફએમઓનાં ખતરાથી માહીતગાર કરવા જરૂરી છે સીતારામને જણાવ્યું હતું કે રીટેલ રોકાણકારોની પારીવારીક બચત શેરબજારમાં આવવાથી બજાર એટલુ મજબુત થયુ છે કે હવે તે વિદેશી રોકાણકારોની વેચવાલી સુધી કાઉન્ટર બેલેન્સીંગ કરવા લાગ્યા છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, એફપીઆઈ દ્વારા કરવામાં આવતી વેચવાલી છતાં હજુ બજારમાં વધુ ઉતાર-ચડાવ નથી થતો. કારણ કે નાના અને રીટેલ રોકાણકારોમાંથી આવતી બચત બજાર માટે શોક ઓબ્ઝર્વરની ભૂમિકામાં આવી ચુકી છે.

શા માટે નાણામંત્રીએ ચિંતા વ્યકત કરી
નાણા મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યુ છે જયારે રીટેલ રોકાણકારોનું વલણ એફએન્ડઓ ટ્રેડીંગ તરફ વધી રહ્યું છે.એફએન્ડઓ ટ્રેડીંગની એક એવી રીત છે જેમાં રોકાણકારોને સુવિધા મળે છે કે ઓછી મુડીની સાથે કોઈ સ્ટોક, કોમોડીટી, કરન્સીમાં મોટી પોઝીશન લઈ શકે છે.

આ પ્રકારની ટ્રેડીંગમાં હાઈ રીસ્ક હોય છે. મોટાભાગનાં રોકાણકાર પોતાનું બધુ ગુમાવી દેતા હોય છે. સેબી તરફથી કરવામાં આવેલ એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે 10 માંથી 9 રીટેલ રોકાણકારોને પોતાના લગાવેલા દાવ પર નુકશાન થાય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj