પાક.ના જાણીતા અખબાર ડોન અને જીઓ સહિતની ડિઝીટલ સેવાઓ ભારતમાં જોવા નહી મળે

પહેલા ડિપ્લોમેટીક હવે ડિઝીટલ સ્ટ્રાઈક : પાક.ની 16 યુટયુબ ચેનલો પર પ્રતિબંધ

India, World | 28 April, 2025 | 11:27 AM
ગૃહવિભાગે ભારત વિરુદ્ધ પ્રોપેગન્ડા ફેલાવતી અને સાંપ્રદાયિક સહિતના મોરચે ભડકાવ અહેવાલ આપતી પાકિસ્તાનની 16 યુટયુબ ચેનલોનું પ્રસારણ તાત્કાલીક રોકી દીધુ : સ્થાનિક મીડીયા માટે પણ ગાઈડલાઈન
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
પહેલગામ હુમલાના પગલે પાકિસ્તાન પર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક કર્યા બાદ હવે ભારતે ડિઝીટલ સ્ટ્રાઈક પણ કરી છે અને પાકની ડોન ન્યુઝ, જીઓ ન્યુઝ સહિતની યુટયુબ ચેનલો પર ભારતમાં પ્રતિબંધ મુકી દીધો છે. કુલ 16 પાકિસ્તાની યુટયુબ ચેનલનું પ્રસારણ તાત્કાલિક અસરથી ભારતમાં રોકી દેવાયુ છે.

ભારતે આ માટે યુટયુબ પ્લેટફોર્મને આ ચેનલોનું ભારતમાં પ્રસારણ ન થાય તે જોવા જણાવ્યુ છે. આ ચેનલો સતત ભારત વિરોધી ઝેર ઓકી રહી હોવાનું બહાર આવ્યા બાદ તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. જેમાં કેટલીક ક્રિકેટ સહિતની ચેનલોનો પણ સમાવેશ થાય છે.

જીઓ તથા ડોન ન્યુઝ પાકિસ્તાનના અખબારોની મહત્વપૂર્ણ ચેનલ છે અને તે અખબારો દ્વારા પણ ભારત વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ કેટલીક ભારતીય ચેનલો પાકિસ્તાનના પત્રકારો અને રાજનેતાઓને પણ ડિબેટમાં બોલાવીને તેમને પાકિસ્તાનનું ઝેર ઓકવાનો મોકો આપે છે તેને પણ હવે તાકીદ કરાઈ છે.

ગૃહમંત્રાલયે આ ચેનલો દ્વારા ભારતીય સેના અને સુરક્ષાદળો ઉપરાંત સાંપ્રદાયિક અને ભ્રામક સમાચાર ફેલાવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેથી તેને તાત્કાલીક રીતે ભારતમાં પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. જે રીતે યુટયુબ પર ભારતીય યુટયુબર પણ ભારતીય સૈન્યની હિલચાલ સહિતના મુદે માહિતી અને વિડીયો સહિતના પ્રસારણો કરી રહ્યા હતા.

તેને પણ પ્રતિબંધીત કરી દેવાયા છે અને મીડીયા માટે પણ ગાઈડલાઈન જારી કરી છે જેમાં સતાવાર સિવાયના કોઈપણ પ્રકારના સૈન્યની હિલચાલ કે અન્ય કોઈ કાર્યવાહી પ્રસિદ્ધ નહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

શોએબ અખ્તરની ચેનલ પણ પ્રતિબંધીત
પાક યુટયુબ ચેનલોના કુલ 6.3 કરોડથી વધુ સબસ્ક્રાઈબર હતા
નવી દિલ્હી તા.28

ભારતે ડિઝીટલ સ્ટ્રાઈક કરીને જે રીતે પાકિસ્તાનની તોડ યુટયુબ ચેનલ પર પ્રતિબંધ મુકયો છે. તેમાં પાકિસ્તાનના પુર્વ ક્રિકેટર શોએબ અખ્તરની યુટયુબ ચેનલનો પણ સમાવેશ થાય છે. શોએબ અખ્તર ક્રિકેટ સંબંધીત આ ચેનલ ચલાવે છે અને રાવલપીંડી એકસપ્રેસ તરીકે તે જાણીતો છે. અન્ય જે ચેનલો પ્રતિબંધીત કરવામાં આવી.

તેમાં સમા ટીવી, એઆરવાય ન્યુઝ, બોલ ન્યુઝ, રફતાર, સુનો ન્યુઝ ઉપરાંત પત્રકાર ઈર્શાદ ભટ્ટી, અસમા શિરાગી, ઉમર ચીમા, મુનીર ફારૂકની ચેનલ પણ પ્રતિબંધીત કરવામાં આવી છે.

અન્ય ચેનલમાં રેફરન્સ, સમા સ્પોર્ટસ, ઉજજેર ક્રિકેટનો સમાવેશ થાય છે અને કુલ 6.3 કરોડ જેટલા સબસ્ક્રાઈબરો આ તમામ ચેનલોમાં હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj