મુંબઇ : રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જાયસવાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે 257.89ના સ્ટ્રાઇક-રેટથી બેટિંગ કરીને 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 19 બોલમાં 49 રન કર્યા હતા.
બેન્ગલોરે આ મેચમાં 14મી ઓવરમાં પહેલી સિક્સર ફટકારી હતી, પરંતુ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા રાજસ્થાન માટે યશસ્વીએ પહેલા બોલે જ સિક્સર ફટકારી દીધી હતી.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈંઙક ઇતિહાસમાં પહેલી વાર કોઈ હરીફ ટીમના બેટરે ઇનિંગ્સના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. ઓવરઑલ આ સ્ટેડિયમમાં ત્રીજી વાર આ ઘટના બની હતી.
બેન્ગલોરના જ પ્લેયર્સ મયંક અગરવાલે 2012માં અને વિરાટ કોહલીએ 2019માં રાજસ્થાનની ટીમ સામે આ મેદાન પર ઈનિંગ્સના પહેલા બોલે સિક્સર ફટકારી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy