(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 10
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ હવે તો હની ટ્રેપની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા અને તેના માતા સંયુક્ત ફેમિલીમાં રહે છે અને વર્ષોથી બંને સાથે રહે છે ત્યારે પાંચ જેટલા તત્વો હોય તેનો લાભ ઉઠાવી અને તેમના ઘરે જે મહંત આવતા હતા તેમની સાથેનો વિડીયો બનાવી લઈ અને પૈસાની માંગણી કરી હતી..
ત્યારે ઘરે જઈ અને વિડીયો બનાવી રૂપિયાની માંગણી કરતા મહિલા પોલીસ સ્ટેશનને દોડી ગઈ હતી અને દસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી આ સંદર્ભે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસા ધરવામાં આવી હતી ત્યારે વર્ષોથી પિતા મૃત્યુ પામેલા હોવાના કારણે મહંતની સેવા ચાકરીયા મહિલા અને તેની માતા દ્વારા કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે.
ત્યારે આ સંદર્ભ માં મહંત અને મહિલા ઘરમાં હતા તે દરમિયાન રૂપિયા પડાવવા માટે વિડીયો બનાવવામાં આવ્યો અને પાંચ શખ્સો દ્વારા કાવતરું રચવામાં આવ્યું.
દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી અને જે પૈકી 9.45 લાખ રૂપિયા આ આવારા તત્વો દ્વારા વસુલી પણ લેવામાં આવ્યા સમગ્ર બાબતની પોલીસને જાણ થતા તાત્કાલિક તપાસના અધ્યક્ષ આપી દેવામાં આવ્યા હતા અને હાલના તબક્કામાં હર્ષદભાઈ સારલા વિરામભાઈ તેમજ રોહિત કોરડીયા રવિ ઝીંઝુવાડીયા શક્તિ રમેશભાઈ નામના તત્વોની અટકાયત કરવામાં આવી છે અને તમામ વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જોકે બી ડિવિઝન પોલીસ દ્વારા આ તમામ તત્વોની અટકાયત કરી અને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું છે. છરી બતાવી રૂપિયા માંગવામાં આવ્યા હતા તે આ તમામ તત્વોને ભારે પડ્યું છે હાલના તબક્કામાં કોર્ટમાં રજૂ કરી અને આ તમામના રિમાન્ડ માંગવામાં આવેલા છે.
ગુનાઓમાં આ ઝડપાયેલા તત્વો સંડવણી થયા હોવાનું ખુલી શકે તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે સુરેન્દ્રનગર જિલ્લામાં વિડીયો બનાવી અને ત્યારબાદ રૂપિયા પડાવવાનું કારસ્તાન છેલ્લા અનેક વર્ષો થી ચાલી રહ્યું છે ત્યારે વધુ એક કારસ્તાનનો પ્રદાફાસ થયો છે અને ઝડપાયેલા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy