રાજકોટ. તા.30
લોઠડા ભાયાસર રોડ પર આવેલ સ્ક્રેપના કારખાનામાંથી પાંચ ટન ભંગારની ચોરી કરી ત્યાં કામ કરતો કર્મચારી જ ફરાર થઇ જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી તેની શોધખળ આદરી હતી.
બનાવ અંગે રેલનગરમાં કોપર ગ્રીન સીટીમાં રહેતા4 નીરજકુમાર મહેશકુમાર તન્ના (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ બાબુ અંકોલીયા અને અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ લોઠડા ભાયાસર રોડ પર દેવકી સ્ટીલ કોન નામનુ ભારે સ્ક્રેપનું કારખાનુ રાખી વેપાર કરે છે.
ગઇ તા. 13 ના તેઓ કામથી ચાઈના દેશમાં ગયેલ અને ગઈ તા. 18 ના સવારના સમયે કારખાનામાં કામ કરતા અલીભાઈ ઉર્ફે જેનુભાઈ વકાતરનો ફોન આવેલ કે, આજે સવારે આઠેક વાગ્યા આસપાસ હું આપણા કારખાને ગયેલ હતો અને ત્યાં જોયુ તો કારખાનાનો દરવાજો ખુલ્લો અને અંદર કોઈ હાજર નહોતુ, કારખાનાના શેડમાં ચેક કરતા લોખંડનો સ્ક્રેપ આશરે ચારથી પાંચેક ટન જેટલો જોવામાં આવેલ નહીં અને આજુ-બાજુ તપાસ કરતા ક્યાંય મળેલ નહીં, કારખાનામાં કેમેરા ચેક કરતા લાઈટ ન હોવાથી કેમેરા બંધ હતા.
તેમજ કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા રાહુલ તથા તેમના પત્ની પ્રિયાબેન હાજર મળેલ ન હતા. રાહુલ આકોલીયાને અવાર-નવાર ફોન કરતા તેનો ફોન બંધ આવેલ હતો.
બાદમાં ફરિયાદી ગઈ તા. 22 ના ચાઈનાથી પરત આવી ગયેલ અને રાહુલને અવાર-નવાર ફોન કરતા તેનો મોબાઈલ ફોન બંધ આવતો હતો. જેથી રાહુલ કારખાનામાં મજૂરીકામ કામ કરી કારખાનામાં જ રહેતો હોય તે કારખાનામાંથી લોખંડનો સ્ક્રેપ આશરે ચારથી પાંચ ટન રૂ.1.80 લાખનો મુદામાલ ચોરી કરી લઈ જતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી ચોરી કરનાર આરોપીને પકડવા તજવીજ આદરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy